Canada Visa Rules: કેનેડાએ વિઝા નિયમોમાં કર્યા મોટા ફેરફાર, 4.27 લાખ ભારતીયોને 'ખતરો', જાણો કઇ રીતે
Canada Visa Rules: કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે એક મુખ્ય સ્થળ રહ્યું છે. સરકારી માહિતી અનુસાર, હાલમાં કેનેડામાં ૪.૨ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે

Canada Visa Rules: કેનેડાએ ફેબ્રુઆરી 2025 થી તેના વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે, જે હજારો વિદ્યાર્થીઓ, કામદારો અને ઇમિગ્રન્ટ્સ, ખાસ કરીને ભારતીયોને અસર કરશે. નવા નિયમો કેનેડિયન સરહદ અધિકારીઓને વિદ્યાર્થીઓ, કામદારો અને અન્ય કામચલાઉ રહેવાસીઓના વિઝા દરજ્જામાં ફેરફાર કરવાની અમર્યાદિત સત્તાઓ આપે છે.
કેનેડાના નવા ઇમિગ્રેશન અને રેફ્યૂજી પ્રૉટેક્શન નિયમો હેઠળ, કેનેડિયન બોર્ડર અધિકારીઓ પાસે હવે વર્ક પરમિટ, વિદ્યાર્થી વિઝા અને કામચલાઉ નિવાસ વિઝા (TRV) નામંજૂર અથવા રદ કરવાની સત્તા છે. આ અધિકારીઓ નક્કી કરી શકે છે કે કેનેડામાં તેમના અધિકૃત રોકાણની મુદત પૂરી થયા પછી કોઈ વ્યક્તિ દેશ છોડવા માટે તૈયાર છે કે નહીં.
ભારતીયો પર નવા નિયમોની અસર
કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારો માટે એક મુખ્ય સ્થળ રહ્યું છે. સરકારી માહિતી અનુસાર, હાલમાં કેનેડામાં ૪.૨ લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. આ નવા નિયમો ભારતીય વિદ્યાર્થીઓ, કામદારો અને ઇમિગ્રન્ટ્સ માટે પડકારજનક સાબિત થઈ શકે છે જેઓ કેનેડામાં કામ કરવા, અભ્યાસ કરવા અથવા કાયમી નિવાસ માટે યોજના બનાવી રહ્યા છે.
વિઝા રદ્દ થઇ ગયા તો શું થશે ?
જો કોઈ વિદ્યાર્થી, કામદાર અથવા સ્થળાંતર કરનારનો વિઝા રદ કરવામાં આવે છે, તો તેણે ચોક્કસ સમયમર્યાદામાં કેનેડા છોડવું પડશે. જો કોઈ વ્યક્તિ પહેલાથી જ કેનેડામાં રહે છે અને તેનું પરમિટ રદ કરવામાં આવે છે, તો તેને દેશ છોડવાની નોટિસ આપવામાં આવશે.
કેનેડામાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓ
હાલમાં ૪.૨૭ લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. આ સંખ્યા દર વર્ષે વધી રહી છે, જે કેનેડાને ભારતીય વિદ્યાર્થીઓ માટે ટોચનું શૈક્ષણિક સ્થળ બનાવે છે. ગયા વર્ષે, 3.65 લાખ ભારતીયોને વિઝિટર વિઝા આપવામાં આવ્યા હતા, જે એ વાતનો પુરાવો છે કે ભારતીય નાગરિકો શિક્ષણ અને રોજગાર માટે કેનેડાને મુખ્ય પસંદગી માને છે.
કેનેડા સરકારનું પગલું
કેનેડા સરકારે તેના સરહદી સુરક્ષા પગલાં વધારવા માટે આ નિર્ણય લીધો છે. તેમનો ઉદ્દેશ્ય કામચલાઉ નિવાસી વિઝા અને અભ્યાસ પરવાનગીના નિયમોનું કડક પાલન કરવાનો છે, જેથી વિઝા શરતોનો દુરુપયોગ ન થાય. આ પગલાથી કેનેડાની સરહદ સુરક્ષા અને ઇમિગ્રેશન નીતિ વધુ મજબૂત બનશે, જેના કારણે વિઝા પ્રક્રિયાઓ કડક બની છે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
