આ પ્રસિદ્ધ ગાયકને થઇ 30 વર્ષની જેલની સજા, જાણો શું હતા આરોપો
R. Kelly sentenced to 30 years : કેલીએ તેની ખ્યાતિનો લાભ ઉઠાવીને તેના કેટલાક બાળકો સહિત તેના યુવાન ફોલોઅર્સ પર વારંવાર જાતીય શોષણ કર્યું.
R. Kelly sentenced : અમેરિકન પોપ ગાયક અને "R&B" સ્ટાર રોબર્ટ સિલ્વેસ્ટર કેલી ( R. Kelly)ને બુધવારે 30 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 55 વર્ષના કેલીને મહિલાઓ અને બાળકો પર જાતીય શોષણ કરવા બદલ દોષી કબૂલ્યા પછી નવ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. ન્યુ યોર્કની કોર્ટે કેલીને દોષિત ઠેરવ્યાના લગભગ એક વર્ષ પછી જજ એન ડોનેલીએ બ્રુકલિનની ફેડરલ કોર્ટને સજા ફટકારી છે.
45 સાક્ષીઓના નિવેદન લેવાયા
કેલીએ તેની ખ્યાતિનો લાભ ઉઠાવીને તેના કેટલાક બાળકો સહિત તેના યુવાન ફોલોઅર્સ પર વારંવાર જાતીય શોષણ કર્યું. . સિંગર કેલી છેતરપિંડી અને કાયદો તોડવાના આઠ આરોપો માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સરકાર તરફથી 45 સાક્ષીઓએ જુબાની આપી હતી. કેલી જુલાઈ 2019થી જેલમાં છે.
R Kelly gets 30 years in jail for sexually assaulting young followers
— ANI Digital (@ani_digital) June 29, 2022
Read @ANI Story | https://t.co/uP3MQOvgqi#RKelly #RKellyinjail pic.twitter.com/6fuPFWrucw
6 અઠવાડિયા સુધી ચાલી તપાસ
6 અઠવાડિયાની તપાસમાં જાણવા મળ્યું કે કેવી રીતે કેલીએ કામદારો અને વચેટિયાઓનો ઉપયોગ ચાહકો અને રસ ધરાવતા ગાયકોને જાતીય દુર્વ્યવહાર અને નિયંત્રણની સ્થિતિમાં આકર્ષિત કરવા માટે કર્યો હતો. કેલી 1990 અને 2000ના દાયકાની શરૂઆતમાં સફળતાના શિખરો પર પહોંચનારા હિટમેકર્સમાંના એક હતો અને સપ્ટેમ્બરમાં તેની સામે તમામ નવ ગુનાઓમાં દોષિત ઠર્યો હતો. કેલીને સંભવતઃ શિકાગો લઈ જવામાં આવશે, જ્યાં ઓગસ્ટમાં શરૂ થતા બાળ પોર્નોગ્રાફી સહિતના બહુવિધ આરોપો પર કેલી પર કેસ ચલાવવામાં આવશે.
કેલીના વકીલની વિચિત્ર દલીલો
કેલીના બચાવમાં તેના વકીલ જેનિફર બોન્ઝેને કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે કેલીના બાળપણમાં ભોગ બન્યો હતો અને જેને કારણે મગજની એક બીમારીને કારણે 'હાયપરસેક્સ્યુઆલિટી'માં સપડાઈ ગયો હતો. તેથી કેલીની ઓછામાં ઓછી સજા 10 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જોકે, કોર્ટ વકીલ જેનિફર બોન્ઝેનની વાત પર સહમત ન હતી. જાતીય અત્યાચારના કેસમાં કેલીની પ્રથમ પીડિતા એન્જેલાએ જુબાની આપી હતી અને કેવી રીતે કેલીએ તેને) પૈસા સાથે ફસાવી હતી તે વિશે સીધી કેલી સાથે વાત કરી હતી.