શોધખોળ કરો

અમેરિકાની મોટી જાહેરાત, પહેલગામ હુમલાના આતંકીઓને પકડવામાં કરશે ભારતની મદદ

પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકા, રશિયા તેમજ યુરોપિયન દેશોએ કહ્યું છે કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે ઊભા રહેશે.

Pahalgam terror attack: પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકા, રશિયા તેમજ યુરોપિયન દેશોએ કહ્યું છે કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં ભારતની સાથે ઊભા રહેશે. આ દરમિયાન અમેરિકાના નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડે આ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે તેઓ ભારતની સાથે રહેશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતાં તુલસી ગબાર્ડે કહ્યું કે અમે પહેલગામમાં 26 હિંદુઓને નિશાન બનાવતા ભયાનક ઇસ્લામિક આતંકવાદી હુમલાને પગલે ભારત સાથે એકજૂટતા સાથે ઊભા છીએ. તેમણે કહ્યું, "મારી પ્રાર્થના અને ઊંડી સંવેદનાઓ તે લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતના તમામ લોકોની સાથે છીએ. અમે તમારી સાથે છીએ અને આ ઘૃણાસ્પદ હુમલા માટે જવાબદાર લોકોને પકડવામાં તમને સમર્થન આપીએ છીએ." 

તમને જણાવી દઈએ કે પહેલગામમાં થયેલો આ આતંકવાદી હુમલો કાશ્મીરમાં અત્યાર સુધીનો સૌથી બર્બર હુમલો છે, જેમાં 26 પ્રવાસીઓને નિશાન બનાવીને મારવામાં આવ્યા  હતા. ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે હુમલા માટે જવાબદાર લોકોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. આ વિસ્તારમાં સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે. આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ ભારતે પાકિસ્તાન પર અનેક નિયંત્રણો પણ લગાવ્યા છે.

નોંધનીય છે કે અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બ્રુસે પહેલગામ આતંકી હુમલા વિશે પૂછનાર પાકિસ્તાની પત્રકારને સાંભળવાનો ઇનકાર કર્યાના થોડા કલાકો બાદ આ ઘટના બની હતી. બ્રુસે કહ્યું હતું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને સેક્રેટરી રુબિયોએ સ્પષ્ટ કર્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ભારતની સાથે છે અને આતંકવાદના તમામ કૃત્યોની સખત નિંદા કરે છે. અમે માર્યા ગયેલા લોકો  અને ઘાયલોની સ્વસ્થતા માટે પ્રાર્થના કરીએ છીએ."

આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પહેલગામ આતંકી હુમલાની નિંદા કરી હતી અને કહ્યું હતું કે ભારતને અમેરિકાનું સંપૂર્ણ સમર્થન છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું, "કાશ્મીરમાંથી ખૂબ જ પરેશાન કરતા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા આતંકવાદ સામે ભારતની સાથે મજબૂતીથી ઊભું છે. અમે માર્યા ગયેલા લોકોની આત્માની શાંતિ અને ઘાયલોની સ્વસ્થતા માટે પ્રાર્થના કરીએ છીએ. વડાપ્રધાન મોદી અને ભારતના અવિશ્વસનીય લોકો પ્રત્યે અમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સંવેદના." 

ટોપ સ્ટોરી

FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
FIAની 44મી વાર્ષિક ઈન્ડિયા ડે પરેડમાં ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ટીમે ખેંચ્યું સૌનું ધ્યાન
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
Pakistan News: પાકિસ્તાને ફરી પ્રતિબંધ લંબાવ્યો, ભારતીય વિમાનો માટે એરસ્પેસ રહેશે બંધ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
US Green Card: અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે બનશે કઠિન, 18 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના કડક નિયમો લાગુ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Embed widget