શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
USની હોસ્પિટલમાં એક સાથે કેટલી નર્સો પ્રેગનન્ટ થઈ, જાણો વિગત
કુદરત ક્યારેક એવા ચમત્કારો કરે છે કે, માણસ વિચારતો થઈ જાય. આવી જ એક આશ્વર્યજનક ઘટના અમેરિકામાં બની છે. અહીં બીજી વખત એક જ હોસ્પિટલની 9 નર્સો એકસાથે પ્રેગનન્ટ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વખતે અહીં અમેરિકાના પોર્ટલેન્ડમાં આવેલા મેન મેડિકલ સેન્ટરની એક સાથે નવ નર્સો પ્રેગનન્ટ થઈ છે. આ બધી નર્સો હોસ્પિટલના ડિલીવરી યુનિટની છે જેઓની ડિલેવરી એપ્રિલથી જુલાઈ વચ્ચે થવાની છે.
હોસ્પિટલે તેમના ફેસબુક પેજ પર આ નર્સોનો બેબી બંપ સાથેનો ફોટો શેર કર્યો છે. ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, How’s this for a baby boom? વધુમાં હોસ્પિટલે લખ્યું છે કે, અમારી નવ નર્સ (ફોટોમાં આઠ છે) એપ્રિલથી જુલાઈ વચ્ચે બાળકને જન્મ આપશે. આ માટે તેમને ખુબ ખુબ અભિનંદન. ફોટોમાં જોઇ શકાય છે કે બધી નર્સે તેમની ડિલીવરી ડેટના પોસ્ટકાર્ડ સાથે જોઇ શકાય છે જેઓ બેથી ત્રણ મહિનામાં તેમના બાળકોને જન્મ આપશે.
હોસ્પિટલની આ ફેસબુક પોસ્ટને અંદાજે 2700 લાઈક્સ મળી ચુકી છે અને 450 કરતાં વધારે કોમેન્ટ આવી ચુકી છે. આ પોસ્ટ 700 કરતાં વધારે લોકોએ શેર કરી છે. એક મજાકીયા વ્યક્તિએ કોમેન્ટસમાં એવું પણ લખ્યું છે કે, ચોક્કસ ત્યાંના પાણીમાં કંઈક હોવું જોઈએ. ઘણાં લોકોએ આ ઘટના અંગે આશ્વર્ય વ્યક્ત કર્યું છે તો કેટલાકે અભિનંદન પાઠવ્યા છે. તો કેટલાકે એવું કહ્યું છે કે ‘they have a plan’.
હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, આ બધી નર્સ એક જ યુનિટીમાં ડિલેવરી રૂમમાં પણ જોવા મળશે અને તેઓએ એકબીજાના સપોર્ટ માટે ડિલેવરી રૂમમાં પણ સાથે રહેવાનું નક્કી કર્યું છે. હોસ્પિટલ અને નર્સો પણ તેમની ડિલેવરીને લઈને ઉત્સાહિત છે જેમાંથી કેટલીક તેમના પ્રથમ તો અન્ય તેમના બીજા કે ત્રીજા સંતાનને જન્મ આપવા જઇ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion