ભારતને લઇને આ શું બોલ્યા ટ્રમ્પ, બતાવી ભારત સાથે શું છે એકમાત્ર મોટી સમસ્યા
USA News: ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં બ્રેટબાર્ટ ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો પર ચર્ચા કરી હતી

USA News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત અને ચીન સહિત ઘણા દેશો દ્વારા લાદવામાં આવેલા ટેરિફને અન્યાયી ગણાવ્યા હતા અને 2 એપ્રિલથી બદલો લેવાના ટેરિફની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા તે દેશોની આયાત પર એ જ ટેરિફ લાદશે જે રીતે તેઓ અમેરિકન નિકાસ પર લાદે છે.
ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે સ્ટીલ અને એલ્યૂમિનિયમ ટેરિફમાં કોઈ છૂટછાટ આપવાનો તેમનો કોઈ ઈરાદો નથી. તેમણે કહ્યું કે 2 એપ્રિલથી પ્રાદેશિક ટેરિફની સાથે યુએસ ટ્રેડિંગ ભાગીદારો પર પારસ્પરિક ટેરિફ લાદવામાં આવશે. આ સંદર્ભમાં તેમણે ભારત અંગે એક મોટું નિવેદન આપ્યું છે.
ટ્રમ્પે ભારતને લઇને શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં બ્રેટબાર્ટ ન્યૂઝને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં તેમણે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો પર ચર્ચા કરી હતી. જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની તાજેતરની શિખર બેઠક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમના ભારત સાથે ખૂબ સારા સંબંધો છે, પરંતુ તેમણે ભારત પર અમેરિકા પર વધુ પડતા ટેરિફ લાદવાનો પણ આરોપ લગાવ્યો છે.
ટ્રમ્પે કહ્યું, 'મારા ભારત સાથે ખૂબ સારા સંબંધો છે, પરંતુ મારી એકમાત્ર સમસ્યા એ છે કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે.' તેમણે વધુમાં કહ્યું, 'મને લાગે છે કે તેઓ ટૂંક સમયમાં આ ટેરિફમાં ઘણો ઘટાડો કરશે, પરંતુ 2 એપ્રિલથી અમે પણ તેમના પર એ જ ટેરિફ લાદીશું જે તેઓ આપણા પર લાદે છે.'
IMEEC ને લઇને કહી આ વાત
ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કૉરિડોર (IMEEC) અંગે તેમણે કહ્યું કે તે મહાન દેશોનો સમૂહ છે જે એવા દેશોનો સામનો કરવા માટે એક સાથે આવી રહ્યા છે જે વેપારમાં અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે. આ દરમિયાન તેમણે ચીનનું નામ લીધું ન હતું. આ કરાર પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન થયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
