Video: 'ઋષિ બ્રિટનને ભારતને નહીં વેચી મારે', -કૉમેડિયન ટ્રેવર નૂહે નસ્લવાદીઓની જાહેરમાં ઉડાવી મજાક, જુઓ વાયરલ વીડિયો
ઋષિ સુનક પીએમ બન્યા બાદ બ્રિટનની જનતા તેમના વિશે શું વિચારે છે, શું એક અશ્વેત શ્વેત લોકોની વચ્ચે રહીને શાસન ચલાવી શકશે, શું તે બ્રિટનની પ્રજાની આશાઓ પર ખરો ઉતરી શકશે.
નવી દિલ્હીઃ ઋષિ સુનક બ્રિટનના નવા પ્રધાનમંત્રી (Rishi Sunak New British Prime Minister) બની ગયા છે. શ્વેત બહુમતી વાળા દેશમાં અશ્વેત ભારતીય મૂળના વ્યક્તિનુ પીએમ બનવુ બહુજ મોટી વાત છે. જોકે, ઋષિ સુનકની કાબેલિયત પર નજર નાંખવામાં આવે તો તે કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોને જે રીતે તેના પર વિશ્વાસ દાખવ્યો છે, તેનાથી એવુ લાગે છે કે, તે વર્તમાનમાં તેના જેવા નેતા હાલમાં કોઇ નથી, જે દેશને આર્થિક તંગીમાંથી બહાર કાઢવાનુ વિચારી શકે. દેશમાં કેટલાક લોકો ઋષિ સુનકને પસંદ કરે છે અને કેટલાક લોકો તેમને ના પસંદ પણ કરે છે. જોકે, નશ્લવાદના કારણે કેટલાય લોકો ઋષિ સુનકને પસંદ નથી કરી રહ્યાં. કૉમેડિયન ટ્રેવર નૂહે ઋષિ સુનકના પીએમ બનવા બદલ આ મુદ્દાને ખુબ સારી રીતે બતાવ્યો છે.
ઋષિ સુનક પીએમ બન્યા બાદ બ્રિટનની જનતા તેમના વિશે શું વિચારે છે, શું એક અશ્વેત શ્વેત લોકોની વચ્ચે રહીને શાસન ચલાવી શકશે, શું તે બ્રિટનની પ્રજાની આશાઓ પર ખરો ઉતરી શકશે. આવા કેટલાય સવાલો પર હવે કૉમેડિયન ટ્રવર નૂહે સારી રીતે રજૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ડેલી શૉના ટેલિવિઝન હૉસ્ટ ટ્રેવર નૂહ એક દક્ષિણ આફ્રિકન હાસ્ય અભિનેતા છે. તે બેસ્ટ રીતે રાજકીય ટિપ્પણી પણ કરે છે.
Meet Rishi Sunak, Britain's new PM who is only 42, meaning he'll probably serve well into his 42-and-a-halves pic.twitter.com/I7fP8Ohi0j
— The Daily Show (@TheDailyShow) October 25, 2022
કૉમેડિયન ટ્રેવર નૂહનો ટેલિવિઝન કાર્યક્રમ ધ ડેલી શૉ કૉમેડીથી ભરેલો હોય છે. આ કાર્યક્રમમાં તેમને ભારતવંશી ઋષિ સુનકને બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા બાદ લોકોના વિચારોને સાંભળ્યા બાદ એક બેસ્ટ નિષ્કર્ષ પર લોકોને પહોંચાડ્યા. તેમને જે રીતે સુનકનો પક્ષ લીધો તે આવનારી કેટલીય પેઢીઓ માટે એક રસ્તો બતાવનારો માની શકાય છે. કૉમેડિયન ટ્રેવર નૂહે ઋષિ સુનક માટે ખાસ વાતો કહી, જેનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, તેમને કહ્યું ઋષિ સુનક બ્રિટનને ભારતને નહીં વેચે, તે બ્રિટનને સારી રીતે ચલાવશે.
રેડિયો કાર્યક્રમમાં આ ઝલકી બતાવ્યા બાદ તરત જ ટ્રેવર નૂહે તે વ્યક્તિઓની એવી મજાક ઉડાવી કે તે આગળની વાત કરવાની હિંમત ના કરી શકે. ટ્રેવર નૂહે રેડિયોના શ્રોતાના પ્રશ્નોના જવાબ આપતા સુનકના પક્ષમાં પોતાની વાત કહી. તેમનુ કહેવુ હતુ કે આ કેવી વાત થઇ કે ગોરાઓ તે દેશો પર શાસન કરવા માંગે છે, જ્યાં તેમના જેવા કોઇ નથી દેખાતા. આ કલ્પના કરવી મુશ્કેલ છે કે આ દુનિયા કેવી હશે, નૂહનુ કહેવાનુ એ હતુ કે ગોરા અંગ્રેજ દુનિયાના અન્ય દેશો પર શાસન તો કરી શકે છે, પરંતુ તેમના દેશમાં કોઇ અશ્વેત પીએમ નથી બની શકતા. તેમને કટાક્ષ કરતા કહ્યું જાતિવાદ હંમેશા ઉપનિવેશવાદનો બચાવ કરે છે.