Vietnam Floods: 1993 પછીની સૌથી ભયાનક તબાહી! 1.86 લાખ ઘરો પાણીમાં ગરકાવ, આ દેશમાં જળપ્રલયે મચાવ્યો હાહાકાર
Vietnam floods 2025: 1,86,000 ઘરો પાણીમાં ગરકાવ, $2 Billion નું આર્થિક નુકસાન; વૈજ્ઞાનિકોએ ક્લાઈમેટ ચેન્જને ગણાવ્યું મુખ્ય કારણ.

Vietnam floods 2025: વિયેતનામ હાલમાં કુદરતી પ્રકોપનો સામનો કરી રહ્યું છે. મુશળધાર વરસાદને કારણે આવેલા ભયાનક પૂર અને ભૂસ્ખલને દેશના મોટાભાગના વિસ્તારોમાં તબાહી મચાવી દીધી છે. સત્તાવાર આંકડા મુજબ, આ હોનારતમાં અત્યાર સુધીમાં 90 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 1,86,000 જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું છે. સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે પૂરના પાણીમાં અંદાજે 3 Million (30 લાખ) જેટલા પશુઓ તણાઈ ગયા છે. 'ધ ગાર્ડિયન'ના રિપોર્ટ મુજબ, આ આપત્તિથી દેશને $2 Billion નું નુકસાન થયું છે. વૈજ્ઞાનિકો આ વિનાશ પાછળ આબોહવા પરિવર્તન (Climate Change) ને જવાબદાર ગણાવી રહ્યા છે.
મૃત્યુ અને વિનાશના આંકડા: ડાક લાક વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત
પર્યાવરણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ, વિયેતનામમાં ઓક્ટોબર મહિનાથી વરસાદનો કહેર ચાલુ છે. કુલ 90 મૃત્યુમાંથી સૌથી વધુ 60 મૃત્યુ એકલા 'ડાક લાક' (Dak Lak) વિસ્તારમાં નોંધાયા છે, જે આ હોનારતનું કેન્દ્રબિંદુ બન્યું છે. પૂરના પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હજારો લોકો પોતાના જીવ બચાવવા માટે ઘરની છત અને પર્વતોની ટોચ પર આશરો લેવા મજબૂર બન્યા છે. સરકાર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
A surge of flooding is overwhelming parts of Vietnam, with a bridge connecting two villages falling apart from the water pressure. Officials say at least 16 people have been killed since the weekend. pic.twitter.com/DNWqTXPvE3
— Al Jazeera English (@AJEnglish) November 20, 2025
30 લાખ પશુઓનો ભોગ અને આર્થિક ફટકો
આ કુદરતી આફતે વિયેતનામના પશુધન અને અર્થતંત્રની કમર તોડી નાખી છે. પૂરના ધસમસતા પ્રવાહમાં 30 લાખ જેટલા મૂંગા પશુઓ તણાઈ ગયા હોવાના અહેવાલો છે, જે ખેતી અને ગ્રામીણ અર્થવ્યવસ્થા માટે મોટો ફટકો છે. વિયેતનામ એક પ્રખ્યાત પ્રવાસન સ્થળ (Tourist Destination) હોવાથી, આ પૂરને કારણે ટુરિઝમ સેક્ટરને પણ અબજો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. કુલ નુકસાનનો અંદાજ $2 Billion આંકવામાં આવ્યો છે.
Vietnam UNDERWATER — record floods submerge over 116,000 homes and 5,000 hectares of crops
— RT (@RT_com) November 1, 2025
The cities of Hue, Hoi An and Da Nang are drowning as rivers burst their banks, 13 dead so far
The tourist paradise has turned into a sea of mud pic.twitter.com/s0QfvR63is
1993 પછીની સૌથી ભયાનક સ્થિતિ
સ્થાનિક લોકોના મતે, તેમણે પોતાના જીવનકાળમાં ક્યારેય આવી તબાહી જોઈ નથી. આ પૂરની ભયાનકતાએ લોકોને 1993 માં આવેલી આપત્તિની યાદ અપાવી દીધી છે, પરંતુ વર્તમાન સ્થિતિ તેનાથી પણ બદતર છે. એક સ્થાનિક નાગરિકે મીડિયાને જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે પાણીનું સ્તર પગની ઘૂંટી સુધી રહેતું હતું, પરંતુ આ વખતે પાણીનું સ્તર 1 મીટર કરતા પણ ઊંચું છે."
VIDEO: 🇻🇳 Vietnam flooding submerges homes after relentless rain
— AFP News Agency (@AFP) November 21, 2025
Floods submerged homes in Gia Lai and rescuers evacuate stranded people from the streets of Khanh Hoa as widespread flooding hit central Vietnam, killing at least 41 people pic.twitter.com/45J7nrgNh7
ખાદ્ય સંકટની ભીતિ
વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે ક્લાઈમેટ ચેન્જને કારણે આવી કુદરતી હોનારતોનું જોખમ વધી ગયું છે. હાલની પરિસ્થિતિને જોતા નિષ્ણાતો માને છે કે જો પાણી જલ્દી નહીં ઓસરે અને વરસાદનું જોર ઘટશે નહીં, તો વિયેતનામમાં ટૂંક સમયમાં ગંભીર ખાદ્ય સંકટ (Food Crisis) સર્જાઈ શકે છે. ખેતીલાયક જમીનો ધોવાઈ જવાથી અને પાક નિષ્ફળ જવાથી ભવિષ્યમાં અનાજની અછત ઉભી થવાની શક્યતા છે.




















