Viral News: 'તું બહુજ સુંદર છો.....' કહીને ફ્લાઇટમાં નશામાં ચૂર યાત્રીએ મેલ એટેન્ડેન્ટને કરી લીધી KISS, ને પછી......
અમેરિકન રાજ્ય મિનેસોટાથી અલાસ્કા જઈ રહેલી ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટમાં દારુના નશામાં ધૂત એક મુસાફરની યૂએસ એરપોર્ટ પોલીસે ધરપકડ કરી લીધી છે.
Viral News: અમેરિકન રાજ્ય મિનેસોટાથી અલાસ્કા જઈ રહેલી ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટમાં દારુના નશામાં ધૂત એક મુસાફરની યૂએસ એરપોર્ટ પોલીસે ધરપકડ કરી લીધી છે. તેના પર કથિત રીતે એક મેલ ફ્લાઇટ એટેન્ડન્ટ પર જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો, તેને પકડીને કિસ કરી લીધી અને કેપ્ટનની ફૂડ ટ્રે પણ તોડી નાખી હતી. 61 વર્ષીય ડેવિડ એલન બર્ક એરલાઇનમાં ફર્સ્ટ ક્લાસ યાત્રી હતા અને મિનિયાપોલિસથી ટેકઓફ પહેલા દારુ પીવા ઇચ્છતા હતા. જોકે, ક્રૂ મેમ્બરે તેમને કહ્યું હતુ કે, તેઓ અત્યારે દારુ નથી સર્વ કરી શકતા.
ન્યૂયૉર્ક પૉસ્ટ અનુસાર, પ્લેન ટેકઓફ થયા પછી તે જ ક્રૂ મેમ્બર દ્વારા બર્કને રેડ વાઈન સર્વ કરી હતી, વળી, જ્યારે તે ટ્રે લેવા માટે પાછો ગયો તો બર્કે ફ્લાઇટ એટેન્ડન્ટને હાથ મિલાવવા માટે હાથ લંબાવ્યો, થોડીક વાર પછી બર્ક ટૉયલેટનો ઉપયોગ કરવા માટે ઉભો થયો તો તે ફ્લાઇટ એટેન્ડન્ટની પાસે જઇને ઉભો રહ્યો. બર્ક તેને ચુંબન કરવાની કોશિશ અને કહ્યું કે તું 'ખુબ સુંદર' છે. જ્યારે ફ્લાઇટ એટેન્ડન્ટે ના પાડી, તો બર્કે તેને પકડી લીધો અને તેના ગળામાં કિસ કરી લીધી. જેનાથી તે "અસ્વસ્થ" થઈ ગયો.
વિમાનની પાછળ બેસેલો રહ્યો ફ્લાઇટ એટેન્ડન્ટ
રિપોર્ટ અનુસાર, ફ્લાઇટ એટેન્ડન્ટે બર્કને તેને સ્પર્શ કરવાની કે કિસ કરવાની મંજૂરી ન હતી આપી, કે ન તો તેને એવું અનુભવ્યું હતું કે આવું કરવું ઠીક છે. આ ઘટના પછી ક્રૂ મેમ્બર એટલો અસ્વસ્થ થઈ ગયો કે તેને બાકીની છ કલાકની મુસાફરી પ્લેનની પાછળના ભાગે બેસીને કરી હતી. અન્ય ફ્લાઇટ એટેન્ડન્ટે બાદમાં તેને બતાવ્યુ કે, નશામાં ધૂત પેસેન્જરે કેપ્ટનની ફૂડ ટ્રે પણ તોડી નાંખી હતી. બર્કે સૂતા પહેલા વધુ બે ગ્લાસ રેડ વાઈન માંગ્યા.
પુછપરછમાં આરોપોને નકારી કાઢ્યા -
એન્કોરેજમાં વિમાનની નીચે ઉતર્યા પછી પાઇલટે એરપોર્ટ અધિકારીઓને ઘટનાની જાણ કરી. બર્કે પૂછપરછ દરમિયાન ટ્રે તોડવાનો, ફ્લાઇટ એટેન્ડન્ટને કિસ કરવાનો અથવા નશામાં ધૂત હોવાનો ઇનકાર કરી દીધો હતો. મુસાફરે દાવો કર્યો હતો કે તેને માત્ર એક ગ્લાસ રેડ વાઈન આવી હતી, તે પછી તે આખી મુસાફરી દરમિયાન સૂઈ ગયો હતો. બર્કને 27 એપ્રિલે કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.