શોધખોળ કરો
Advertisement
ગંભીર બિમારીથી પીડાઈ રહ્યા છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન, આપી શકે છે રાજીનામું!
હાલમાં જ સામે આવેલ પુતિનના કેટલાક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પુતિનના પગ ધ્રુજતા જોવા મળી રહ્યા હતા.
મોસ્કોઃ રશિયા પર છેલ્લા 21 વર્ષથી સતત રાજ કરી રહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2021ની શરૂઆતના સમયગાળામાં પદ પર રાજીનામું આપી શકે છે. સૂત્રોઓ દાવો કર્યો છે કે પુતિનના રાજીનામાની અપીલ તેમની ગર્લફ્રેન્ડ જિમનાસ્ટ અલીના કબાઈવા અને તેની બે દિકરીઓએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે એવો દાવો પણ કરવામાં આવ્યો છે ક પુતિન પાર્કિંસસની બિમારીથી પિડાઈ રહ્યા છે. હાલમાં આવેલા ફોટોગ્રાફસથી પુતિનની બિમારીની અટકળો વધુ ઝડપી બની છે.
જાન્યુઆરીમાં સત્તા સોંપી શકે છે પુતિન
મોસ્કોના રાજનીતિક વિજ્ઞાની વલેરી સોલોવેઈએ કહ્યું કે, પુતિન આગામી વર્ષે જાન્યુઆરીમાં કોઈ અન્યને સત્તા સોંપી શકે છે. તેમણે કહ્યું કે, કદાચ પુતન પાર્કિન્સસનો સામનો કરી રહ્યા છે અને હાલની તસવીરોમાં તેમની આ બીમારીના લક્ષણો જોવા મળ્યા છે.
વીડિયો ફુટેજમાં સતત પગ ધ્રુજતા જોવા મળ્યા
હાલમાં જ સામે આવેલ પુતિનના કેટલાક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પુતિનના પગ ધ્રુજતા જોવા મળી રહ્યા હતા. આ ફુટેજમાં પુતિનની આંગળીઓ પણ ધ્રુજતી જોવા મળી રહી હતી. સાથે જ તેમણે પોતાના હાથમાં એક કપ પણ પકડ્યો હતો જેમાં કેટલીક દવાઓ હતી.
2018માં ચોથી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા પુતિન
જણાવીએ કે, પુતિન વર્ષ 2018માં ચોથી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ વર્ષ 1999થી સત્તામાં છે. પોતાનો ચોથો કાર્યકાળ પૂરો થયા બાદ બંધારણીય કારણોસર પુતિન 2024માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી નહીં લડી શકે. રશિયામાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષનો હતો. પરંતુ બાદમાં કાર્યકાળ વધારીને 6 વર્ષ કરવામાં આવ્યો હતો.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement