Russia Ukraine War: 'રશિયા સાથે સંબંધ નહીં તોડે ભારત, પણ યુદ્ધ રોકવા માટે પોતાની તાકાતનો કરશે ઉપયોગ', - અમેરિકાનો દાવો
હવે આ મામલાની વચ્ચે અમેરિકાના સહાયક વિદેશ મંત્રી અને દક્ષિણ મધ્ય એશિયન મામલાઓના પ્રભારી ડોનાલ્ડ લૂએ પ્રતિક્રિયા આપીછે,
![Russia Ukraine War: 'રશિયા સાથે સંબંધ નહીં તોડે ભારત, પણ યુદ્ધ રોકવા માટે પોતાની તાકાતનો કરશે ઉપયોગ', - અમેરિકાનો દાવો War: america's big statement on india policy with the russia in between Russia Ukraine Conflict Russia Ukraine War: 'રશિયા સાથે સંબંધ નહીં તોડે ભારત, પણ યુદ્ધ રોકવા માટે પોતાની તાકાતનો કરશે ઉપયોગ', - અમેરિકાનો દાવો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/02/25/5555df6f83b1a43137d09a6432d205f9167731910870177_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Russia Ukraine Conflict: રશિયા અને યૂક્રેન યુ્દ્ધની વચ્ચે ભારત કોની સાથે છે, આ સવાલ ચર્ચાનો વિષય બન્યો છે. ભારતના સંબંધો રશિયા અને અમેરિકા બન્ને સાથે સારા છે. આ સ્થિતિમાં ભારત હાલમાં પોતાની ગુટ નિરપેક્ષ નીતિ પર ચાલતા મૌન રહ્યુ છે. આગળ પણ આશા છે કે, ભારત ખુલીને સામે નહીં આવે. એવુ એટલા માટે કેમ કે ભારત કોઇ એકનો સાથે આપીને બીજાઓને નારાજ નથી કરવા માંગતુ.
હવે આ મામલાની વચ્ચે અમેરિકાના સહાયક વિદેશ મંત્રી અને દક્ષિણ મધ્ય એશિયન મામલાઓના પ્રભારી ડોનાલ્ડ લૂએ પ્રતિક્રિયા આપીછે, તેમને કહ્યું કે અમેરિકાને નથી લાગતુ કે ભારત જલદીથી ઉતાવળમાં રશિયા સાથે સંબંધ બગાડશે, પરંતુ અમેરિકાને આશા છે કે, ભારત યૂક્રેન સંઘર્ષને સમાપ્ત કરવા માટે રશિયાની સાથે પોતાના પ્રભાવનો ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષ પૂર્ણ થઇ ગયુ છે, છતાં બન્ને દેશો વચ્ચે શાંતિ વાર્તા માટે કોઇ તૈયાર નથી.
અમને ખબર છે કે ભારત રશિયાના સંબંધો સારા છે - અમેરિકા
ડોનાલ્ડ લૂએ અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કનની ભારત, કઝાકિસ્તાન, અને ઉઝબેકિસ્તાનની આગામી યાત્રા વિશે મીડિયાકર્મીઓ સાથે વાત કરતા આની જાણકારી આપી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા-યૂક્રેન પર મતદાનથી દુર રહેનારા 32 દેશોને લઇને સવાલના જવાબમાં લૂએ કહ્યું કે, અમને બધાને ખબર છે કે, રશિયાની સાથે ભારતના સંબંધો હંમેશા ગાઢ રહ્યાં છે.
ભારત નિભાવી શકે છે મોટો રૉલ -
ઉચ્ચ અધિકારીએ કહ્યું કે અમને નથી લાગતુ કે ભારત જલદી અને ઉતાવળમાં રશિયા સાથેના સંબંધો બગાડશે, પરંતુ અમે તે વાત કરી રહ્યાં છીએ કે તે આ યુદ્ધમાં મોટી ભૂમિકા નિભાવી શકે છે.
ભારત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રસ્તાવ પર મતદાનથી દુર રહ્યુ હતુ, પ્રસ્તાવમાં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સિદ્ધાંતો અનુરૂપ યૂક્રેનમાં જલદી વ્યાપક, ન્યાયસંગત અને સ્થાયી શાંતી હાંસલ કરવાની આવશ્યકતા પર જોર આપવામાં આવ્યુ હતુ.
અમેરિકન અધિકારીએ કહ્યું કે, અમને આશા છે કે, ભારત રશિયા અને યૂક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે રશિયા સાથેના પોતાના પ્રભાવનો ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે, ભારત 1લી ડિસેમ્બરે જી20ની અધ્યક્ષતા ગ્રહણ કરશે. તેમને બતાવ્યુ કે, વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન એક માર્ચે જી20 વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હીની યાત્રા કરશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)