(Source: ECI/ABP News/ABP Majha)
દક્ષિણ આફ્રિકામાં ‘યુદ્ધ’ જેવી સ્થિતિ, જેકબ જુમાના સમર્થકોની ભારે હિંસા, 72 લોકોના મોત
સાઉથ આફ્રિકન સરકારે હિંસાને ધ્યાનમાં રાખીને શહેરમાં લશ્કર ઉતારી દીધું છે.
દક્ષિણ આફ્રિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ જેકબ ઝુમાને જેલ મોકલ્યા બાદ ભારે હિંસા, લૂટપાટ અને આગચંપીની ઘટનાઓ સામે આવી છે. સ્થિતિ એ છે કે આર્મીને રસ્તા પર ઉતાર્યા બાદ પણ હિંસા યથાવત છે. મંગળવારે જુમા સમર્થકોએ અનેક શોપિંગ મોલમાં આગ લગાવી હતી. વિતેલા 5 દિવસથી ચાલી રહેલ હિંસામાં અત્યાર સુધીમાં 72 લોકોના મોત થયા છે અને લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મીડિયામાં આહેલ અહેવાલ અનુસાર દક્ષિણ આફ્રિકામાં થયેલ દાયકાઓમાં આ સૌથી વધારે ભયાનક હિંસા છે. પોલીસના એક નિવેદન અનુસાર પ્રદર્શન શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 72 લોકોના મોત થયા છે. પોલીસે કહ્યું કે, મોટાભાગના લોકોના મોત દુકાનોમાં લૂટપાટ કરવા દરમિયાન નાસભાગ દરમિયાન થયા છે. સૌથી વધારે હિંસા ગાઉતેંગ અને ક્વાજુલુ નટાલ પ્રાંતોમાં થઈ રહી છે. હિંસા પ્રભાવિત વિસ્તારમાં પોલીસ અને આર્મી હિંસાને અટકાવાવનો પ્રયત્ન કરી રહ્યા છે.
હિંસાની ઝપેટમાં જોહાનિસબર્ગ અને ડરબન જેવા શહેર પણ
અધિકારીઓએ કહ્યું કે, ગાઉતેંગ અને ક્કાજુલુ નટાલ પ્રાંતોમાં અનેક મોત થયા છે, જ્યાં લોકોએ અનેક દુકાનોમાંથી ખાવા પીવાની વસ્તુ, વીજળી ઉપકરણો, દારૂ અને કપડાની ચોરી કરી છે. જુમાને કોર્ટની અવમાનના કેસમાં ગુરુવારે 15 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. ત્યાર બાદ નાની મોટી હિંસા થઈ હતી. ગાઉતેંગ પ્રાંતના પ્રીમિયર ડેવિડ મખુરાએ કહ્યું, “અસામિજિક તત્વોએ સ્થિતિનો લાભ લીધો. જોકે, પ્રાંતમાં 400થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પરંતુ સ્થિતિ નિયંત્રિતમાં નથી.” હિંસાની ઝપેટમાં જોહાનિસબર્ગ અને ડરબન જેવા શહેર પણ આવી ગયા છે.
સાઉથ આફ્રિકન સરકારે હિંસાને ધ્યાનમાં રાખીને શહેરમાં લશ્કર ઉતારી દીધું છે. ઠેકઠેકાણે મિલિટરીના જવાનો અને પ્રદર્શનકારીઓ સાથે ઝપાઝપી થઈ હોવાની પણ ખબર છે. સાઉથ આફ્રિકાની ડિફેન્સ ફોર્સિસે જારી કરેલા નિવેદનમાં એવું જણાવાયું કે મિલિટરીની હાજરીથી પોલીસ અને કાયદા પાલનની બીજી એજન્સીઓને કામ સરળ બની જશે. તેઓ તેમની બંધારણીય ફરજો બજાવી શકશે. દેશની આર્થિક રાજધાની ગણાતા ગૌતંગ અને ક્વાઝુલુ નાતાલ વિસ્તારમાં હિંસાની સૌથી વધારે અસર પડી છે. અહીં લોકો બેફામ બન્યા હતા તથા ઠેકઠેકાણે આગચંપી કરી હતી.
ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકા અને રાજધાની જોહાનિસબર્ગમાં ગુજરાતના ચરોતરના રહેવાશીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. હિંસા દરમિયાન અશ્વેતોએ ગુજરાતીઓની દૂકાનોમાં લૂંટફાટ ચલાવી હતી તથા આગપંચી કરી હતી.