(Source: ECI/ABP News/ABP Majha)
Russia Ukraine War: યુદ્ધગ્રસ્ત યુક્રેન અંગે વાત કરતાં જ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યાં પોપ ફ્રાંસિસ, જુઓ વીડિયો
Russia Ukraine War: યુક્રેન પર રશિયાના હુમલાની વિશ્વભરમાં નિંદા કરવામાં આવી હતી. આ દરમિયાન, પોપ ફ્રાન્સિસ યુક્રેનની પરિસ્થિતિ વિશે વાત કરતી વખતે ભાવુક અને રડતા દેખાયા હતા.
Pope Francis On Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ 10 મહિના પછી પણ અટક્યું નથી. આ યુદ્ધમાં હજારો લોકોના મોત થયા છે, તો બીજી તરફ લાખો લોકો બેઘર બન્યા છે. યુક્રેન પર રશિયાના હુમલાની વિશ્વભરમાં નિંદા કરવામાં આવી હતી. આ દરમિયાન, પોપ ફ્રાન્સિસ યુક્રેનની પરિસ્થિતિ વિશે વાત કરતી વખતે ભાવુક અને રડતા દેખાયા હતા.
પોપ મધ્ય રોમમાં સ્પેનિશ સ્ટેપ્સ પાસે પ્રાર્થના સેવામાં હાજરી આપી હતી જ્યાં તેમણે યુક્રેન અને યુદ્ધ વિશે વાત કરી હતી અને લાગણીશીલ થઈ ગયા હતા. ડેઈલીમેલના અહેવાલ અનુસાર, વાત કરતી વખતે પોપના ગળે ડૂમો બાજી ગયો અને ત્યાં હાજર લોકો સમજી ગયા કે તેઓ ભાવુક થઈ રહ્યા છે.
માનવતા માટે આ એક મોટી ખોટ
પોપને આટલા ભાવુક થતા જોઈને લોકોએ તાળીઓ પાડીને તેમને પ્રોત્સાહિત કર્યા અને ભાષણ પૂરું કરવા વિનંતી કરી. પોપ લગભગ 30 સેકન્ડ સુધી મૌન રહ્યા અને પછી યુક્રેનિયનો માટે પ્રાર્થના સાથે તેમનું ભાષણ પૂરું કર્યું. અહેવાલો અનુસાર, પોપે આ દરમિયાન કહ્યું કે યુક્રેનમાં યુદ્ધ ખૂબ પીડાદાયક છે. માનવતા માટે આ એક મોટી હાર છે.
View this post on Instagram
નાઝી ઓપરેશન સાથે સરખામણી
આ યુદ્ધની શરૂઆતથી, પોપ ફ્રાન્સિસ જાહેર સ્તરે યુક્રેનનો ઉલ્લેખ કરીને સતત મોસ્કોની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. ગયા બુધવારે, તેણેc યુક્રેનના યુદ્ધની તુલના નાઝી ઓપરેશન સાથે કરી હતી જેમાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન લગભગ 20 લાખ લોકો માર્યા ગયા હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું કે યુક્રેન શહીદ થઈ ગયું છે અને પુતિન રાક્ષસી બની રહ્યા છે.