Weapon : ભારતનું મિત્ર બનાવી રહ્યું છે 'સુપર હથિયાર'? ભુગર્ભમાંથી જ ધારે ત્યાં મચાવશે તબાહી!!!
હેકરના કહેવા પ્રમાણે, આ પ્રોજેક્ટ એન્ટાર્કટિકામાં ચાલી રહ્યો છે, જેથી કોઈને કોઈ પુરાવા જ ના મળે અને કોઈ અંદાજ પણ ના આવે. ત્યાં એક મોટું ટેલિસ્કોપ પણ છે જેનો તેણે દાવો કર્યો હતો કે તે ઘાતક હથિયાર છે.
Military Contractor : કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો હતો. ત્યારથી લઈને જૈવિક હથિયારની ચર્ચા વારંવાર છેડાતી રહે છે. વિશ્વના ઘણા દેશો સુપર હથિયારો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જે ગમે ત્યાં વિનાશ અને ભયંકર તબાહી સર્જી શકે. હવે એક UFO વ્હિસલબ્લોરે આ અંગે વિચિત્ર દાવો કર્યો છે. જો તેમની વાત સાચી પડી તો આવનાર સમયમાં માનવ જાતિ પર એક મોટો ખતરો ઉભો થઈ શકે છે.
એરિક હેકરે, અમેરિકન આર્મ્સ ઉત્પાદક રેથિઓન માટે ભૂતપૂર્વ કોન્ટ્રાક્ટર, અમેરિકી કોંગ્રેસને બહારની દુનિયાના ટેક્નોલોજી પર આધારિત ગુપ્ત પ્રોજેક્ટ્સને લઈને જુબાની આપી હતી. હવે તેમણે દાવો કર્યો હતો કે, ભારતની નજીકના મનાતા દેશ અમેરિકાએ એક એવું ઉપકરણ વિકસાવ્યું છે જે પૃથ્વી પર ગમે ત્યાં ભૂકંપ સર્જી શકે છે. તે એક પ્રકારનું સુપર હથિયાર છે.
હેકરના કહેવા પ્રમાણે, આ પ્રોજેક્ટ એન્ટાર્કટિકામાં ચાલી રહ્યો છે, જેથી કોઈને કોઈ પુરાવા જ ના મળે અને કોઈ અંદાજ પણ ના આવે. ત્યાં એક મોટું ટેલિસ્કોપ પણ છે જેનો તેણે દાવો કર્યો હતો કે તે ઘાતક હથિયાર છે. જો કે તેમના દાવા કેટલા સાચા છે તે તો તપાસ બાદ જ ખબર પડશે.
તેમણે એવો સનસનાટીભર્યો દાવો પણ કર્યો હતો કે, ન્યુટ્રિનો ડિટેક્ટરનો ઉપયોગ સૂર્યમંડળમાં અન્ય સંચાલિત અવકાશયાન સાથે વાતચીત કરવા માટે થઈ શકે છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકો માનવ મનને નિયંત્રિત કરવા પર પણ કામ કરી રહ્યા છે. જેના અંતર્ગત સૂતી વખતે લોકોના મગજમાં જાહેરાતો પ્રસારિત કરી શકાશે.
જાહેર છે કે, એન્ટાર્કટિકા હંમેશા બરફથી ઢંકાયેલું રહે છે. એન્ટાર્કટિકા પૃથ્વીનો સૌથી દક્ષિણી ખંડ છે, જે આખું વર્ષ બરફથી ઢંકાયેલો રહે છે. તે કુલ 140 લાખ ચોરસ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે. જો કે અહીં માનવીઓ કાયમ માટે રહેતા નથી, પરંતુ સંશોધકો મોટી સંખ્યામાં જાય છે.
એક રિપોર્ટ અનુસાર, એન્ટાર્કટિકાની વસ્તી ઉનાળામાં 4000ને આંબી જાય છે. જ્યારે શિયાળામાં માત્ર કેટલાક પસંદગીના વૈજ્ઞાનિકો ત્યાં રહે છે. મોટાભાગે ત્યાં પેન્ગ્વિન જ જોવા મળે છે, જેની સંખ્યા 10 મિલિયનથી વધુ છે. એમ તો હેકર્સનો ખુલાસો એ નવી વાત નથી. અમેરિકા અને એન્ટાર્કટિકાના ગુપ્ત મિશન અંગેના અહેવાલો આવતા રહે છે.