શોધખોળ કરો

‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર લખાયેલા નવા પુસ્તકમાં મોટો ખુલાસો; રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાની ચર્ચા વખતે જે.ડી. વાન્સે ભારતીય સૈનિકોને મોકલવાનું સૂચન કર્યું હતું, જેને ટ્રમ્પે ફગાવી દીધું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • યુક્રેનમાં શાંતિ સેના મોકલવા અમેરિકામાં ભારતનું નામ ચર્ચાયેલું.
  • ટ્રમ્પે ભારતીયો કંઈ ચૂકવતા નથી કહી પ્રસ્તાવ ફગાવ્યો હતો.
  • આ ખુલાસો મેગી હેબરમેનના
  • ભારત ફક્ત UN શાંતિ મિશનમાં જ સૈનિકો મોકલે છે.

Trump Regime Change book: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શાંતિ જાળવવા માટે ભારતીય સેનાને યુક્રેન મોકલવાની અમેરિકામાં ચર્ચા ચાલી રહી હતી. પરંતુ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાતને સીધી નકારી કાઢી છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે ભારત ક્યારેય યુક્રેનમાં પોતાની શાંતિ સેના નહીં મોકલે. મજાની વાત એ છે કે, ટ્રમ્પે આની પાછળ જે કારણ આપ્યું છે તે સાંભળીને તમને પણ નવાઈ લાગશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ પ્રેમ કરે છે, પણ ભારતીયો તેમને જે કંઈ મળે છે તેના બદલામાં કોઈ ચૂકવણી કરતા નથી. આ સમગ્ર વાતનો ખુલાસો અમેરિકામાં છપાયેલા એક નવા પુસ્તકમાંથી થયો છે.

નવા પુસ્તક 'રેજિમ ચેન્જ' માંથી થયો ખુલાસો

આ સમગ્ર મામલો ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ પર લખાયેલા એક નવા પુસ્તક "રેજિમ ચેન્જ" (Regime Change) માં સામે આવ્યો છે. આ પુસ્તક મેગી હેબરમેન અને જોનાથન સ્વાન દ્વારા લખવામાં આવ્યું છે. પુસ્તક મુજબ, ગત વર્ષે 2025 માં વ્હાઇટ હાઉસમાં રશિયા-યુક્રેન યુદ્ધને કેવી રીતે અટકાવવું તેના પર એક મહત્વની બેઠક ચાલી રહી હતી. આ બેઠકમાં ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ હાજર હતા અને તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે પણ ચર્ચા કરી રહ્યા હતા.

જે.ડી. વાન્સે આપ્યું હતું ભારતનું નામ

બેઠક દરમિયાન એ વાત પર ચર્ચા થઈ રહી હતી કે સુરક્ષાની ખાતરી કરવા માટે યુક્રેનમાં કયા દેશના સૈનિકોને તૈનાત કરવા? એ તો નક્કી જ હતું કે બ્રિટન કે નાટો (NATO) દેશના સૈનિકોને ત્યાં મોકલી શકાય નહીં, કારણ કે રશિયાને તે જરાય મંજૂર નહોતું. આવી સ્થિતિમાં, જે.ડી. વાન્સે સૂચન કર્યું કે ભારત અથવા સાઉદી અરેબિયામાંથી શાંતિ રક્ષક સૈનિકોને યુક્રેન મોકલવા જોઈએ, કારણ કે ભારતના રશિયા સાથે એકદમ સારા સંબંધો છે. પરંતુ ટ્રમ્પે આ પ્રસ્તાવને ફગાવી દીધો અને કહ્યું કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી મને બહુ વહાલા છે, પણ ભારતીયો જે કંઈ લે છે તેના માટે પૈસા ચૂકવતા નથી."

આ પણ વાંચોઃ અમેરિકાએ ઈરાન પરથી હટાવ્યા પ્રતિબંધો અને ભારતના નસીબ ખૂલ્યા! તેલ સંકટ વચ્ચે મોટો ફાયદો

શું છે ભારતનો સત્તાવાર નિયમ?

જોકે, ભારતનો આ અંગેનો ઈતિહાસ અને નિયમો એકદમ સ્પષ્ટ છે. ભારતે છેલ્લા 4 દાયકાથી (1980 ના દાયકામાં શ્રીલંકા બાદ) અન્ય કોઈ દેશમાં પોતાની રીતે શાંતિ સેના મોકલી નથી. હા, એ વાત સાચી છે કે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના શાંતિ રક્ષા મિશનમાં સૈનિકો મોકલવામાં ભારત દુનિયાના ટોચના દેશોમાં સામેલ છે. ભારતે હંમેશા સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સૈનિકો ફક્ત UN ના નેજા હેઠળ જ કોઈ દેશમાં શાંતિ સ્થાપવા જઈ શકે છે, પરંતુ 2 દેશો વચ્ચેના અંગત યુદ્ધમાં ભારત સીધી રીતે દખલગીરી કે પોતાની સેના તૈનાત કરતું નથી.

આ પણ વાંચોઃ ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત

Frequently Asked Questions

ટ્રમ્પે યુક્રેનમાં ભારતીય સેના મોકલવાનો પ્રસ્તાવ શા માટે નકાર્યો?

ટ્રમ્પે આ પ્રસ્તાવ નકારી કાઢ્યો કારણ કે તેમને લાગે છે કે ભારતીયો જે કંઈ લે છે તેના માટે ચૂકવણી કરતા નથી, ભલે તેઓ પીએમ મોદીને પ્રેમ કરતા હોય. આ ખુલાસો 'રેજિમ ચેન્જ' પુસ્તકમાં થયો છે.

ટ્રમ્પના આ નિવેદન વિશેની માહિતી ક્યાંથી સામે આવી છે?

આ માહિતી 'રેજિમ ચેન્જ' નામના નવા પુસ્તકમાંથી સામે આવી છે, જે મેગી હેબરમેન અને જોનાથન સ્વાન દ્વારા લખવામાં આવ્યું છે. આ પુસ્તક ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

અન્ય દેશોમાં શાંતિ સેના મોકલવા અંગે ભારતની સત્તાવાર નીતિ શું છે?

ભારતે 1980ના દાયકા (શ્રીલંકા) પછી ક્યારેય પોતાની રીતે અન્ય કોઈ દેશમાં શાંતિ સેના મોકલી નથી. ભારતીય સૈનિકો ફક્ત સંયુક્ત રાષ્ટ્રના શાંતિ રક્ષા મિશનમાં જ ભાગ લે છે.

યુક્રેનમાં ભારતીય શાંતિ રક્ષક સૈનિકો મોકલવાનું સૂચન કોણે કર્યું હતું?

વ્હાઇટ હાઉસની બેઠક દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે ભારત અથવા સાઉદી અરેબિયામાંથી શાંતિ રક્ષક સૈનિકો મોકલવાનું સૂચન કર્યું. તેમણે ભારતના રશિયા સાથેના સારા સંબંધોનો ઉલ્લેખ કર્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
Embed widget