શોધખોળ કરો

ફરી મંડરાયું LPG અછતનું સંકટ: કતારના ગેસ પ્લાન્ટમાં ભયાનક બ્લાસ્ટ, 13 ના મોત, 54 ઈજાગ્રસ્ત

qatar gas plant explosion: ઈરાની હુમલા બાદ બંધ પડેલા 'બરઝાન ગેસ પ્લાન્ટ'ને ફરી ચાલુ કરતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ; મૃતકોમાં ભારતીય અને પાકિસ્તાની કામદારો પણ સામેલ, 18 હજુ લાપતા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • કતારના ગેસ પ્લાન્ટ વિસ્ફોટ; ૧૩ મૃત્યુ, ૫૪ ઘાયલ, ૧૮ ગુમ.
  • મૃતકોમાં ભારતીય-પાકિસ્તાની કામદારો; દૂતાવાસે હેલ્પલાઈન જાહેર કરી.
  • યુદ્ધવિરામ વચ્ચે પ્લાન્ટ પુનઃકાર્યરત કરતા દુર્ઘટના બની.
  • આ દુર્ઘટનાથી વૈશ્વિક ગેસ સંકટ વધુ ઘેરાયું છે.

qatar gas plant explosion: વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ (LPG/LNG) ઉત્પાદક દેશ કતારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. રવિવારે રાત્રે (21 જૂન, 2026) રાસ લફાન ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા મુખ્ય ગેસ નિકાસ ટર્મિનલ પર ભયાનક બ્લાસ્ટ થયો છે. આ અકસ્માતમાં 13 લોકોના કરુણ મોત નિપજ્યા છે, 54 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જ્યારે 18 લોકો હજુ પણ લાપતા હોવાના અહેવાલ છે. આ પ્લાન્ટ ઈરાની હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. યુદ્ધવિરામની વાટાઘાટો વચ્ચે તેને ફરીથી શરૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, બરાબર ત્યારે જ આ મોટો વિસ્ફોટ થયો. આ ઘટનાથી આખી દુનિયામાં ફરી એકવાર ગેસ કટોકટી ઘેરી બની શકે છે.

મૃતકોમાં ભારતીય અને પાકિસ્તાની કામદારો પણ સામેલ

કતારમાં મોટા પાયે ભારતીય અને પાકિસ્તાની નાગરિકો કામ કરે છે. અહેવાલો મુજબ, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોમાં ભારત અને પાકિસ્તાનના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આમાંથી કેટલા ભારતીયો અને કેટલા પાકિસ્તાનીઓ છે.

ભારતીય દૂતાવાસની પ્રતિક્રિયા અને હેલ્પલાઈન

દોહામાં આવેલા ભારતીય દૂતાવાસે આ ગોઝારી ઘટના પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, "આ મુશ્કેલ સમયમાં ભારતીય દૂતાવાસ અને કતારમાં વસતો સમગ્ર ભારતીય સમુદાય કતારની સરકાર અને લોકોની પડખે ઊભો છે." દૂતાવાસે ઘાયલો જલ્દી સાજા થાય અને ગુમ થયેલા લોકો સુરક્ષિત મળી આવે તેવી પ્રાર્થના કરી છે. ભારતીયોની મદદ અને માહિતી માટે દૂતાવાસે એક ખાસ હેલ્પલાઈન નંબર અને ઈમેલ એડ્રેસ પણ જાહેર કર્યું છે.

આ પણ વાંચોઃ LPG ગેસ સિલિન્ડર ઘરે ક્યારે પહોંચશે? ગેસ એજન્સીને ફોન કર્યા વગર મિનિટોમાં જાણો

પ્લાન્ટની ક્ષમતા અને વિસ્ફોટનું કારણ

બરઝાન ગેસ સપ્લાય ફેસિલિટી કતારની સરકારી કંપની 'કતારએનર્જી' ની માલિકીનો પ્લાન્ટ છે (જેમાં અમેરિકન કંપની એક્સોનમોબિલનો પણ નાનો હિસ્સો છે). આ પ્લાન્ટ દરરોજ 1.4 અબજ સ્ટાન્ડર્ડ ક્યુબિક ફૂટ ગેસનું જંગી ઉત્પાદન કરે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને લીધે હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી કતાર તેના જહાજો નહોતું મોકલી શકતું, તેથી ઉત્પાદન બંધ રખાયું હતું. હવે જ્યારે વાટાઘાટો ચાલી રહી છે, ત્યારે સોમવારે (22 જૂન) ઉર્જા પ્રધાન શેરીદા અલ કાબીની હાજરીમાં તેને રિસ્ટાર્ટ કરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.

દુનિયા પર ફરી ગેસ સંકટનો ખતરો!

કતાર લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) નો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. જાપાન, દક્ષિણ કોરિયા જેવા એશિયન દેશો અને અનેક યુરોપિયન દેશો તેમની વીજળી અને ઉર્જા માટે મોટાભાગે કતાર પર જ નિર્ભર છે. યુદ્ધના કારણે પહેલેથી જ ગેસનો પુરવઠો બંધ હતો. હવે જ્યારે નિકાસ ફરી શરૂ થવાની આશા બંધાઈ હતી, ત્યાં જ આ મોટો બ્લાસ્ટ થતાં, સપ્લાય ફરી શરૂ થવામાં હજુ ઘણો લાંબો સમય લાગી શકે છે, જે વૈશ્વિક ગેસ માર્કેટ માટે મોટા ઝટકા સમાન છે.

આ પણ વાંચોઃ હોર્મુઝ વિવાદ: પેટ્રોલ ₹150ને પાર જશે? જાણો LPG અને ફસાયેલા જહાજોની આખી સ્થિતિ વિશે

Frequently Asked Questions

કતારમાં કઈ દુર્ઘટના સર્જાઈ છે?

રવિવારે રાત્રે 21 જૂન, 2026ના રોજ રાસ લફાન ઔદ્યોગિક વિસ્તારમાં મુખ્ય ગેસ નિકાસ ટર્મિનલ પર ભયાનક વિસ્ફોટ થયો. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા, 54 ઘાયલ થયા અને 18 લોકો લાપતા છે.

આ દુર્ઘટનામાં કોણ ભોગ બન્યા છે?

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર અને ઘાયલ થયેલા લોકોમાં ભારતીય અને પાકિસ્તાની કામદારોનો પણ સમાવેશ થાય છે. જોકે, તેમની ચોક્કસ સંખ્યા હજુ સ્પષ્ટ નથી.

આ વિસ્ફોટ કયા કારણોસર થયો?

આ પ્લાન્ટ યુદ્ધવિરામ વાટાઘાટો વચ્ચે ફરીથી શરૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો ત્યારે, 22 જૂને રિસ્ટાર્ટ કરતી વખતે આ અકસ્માત સર્જાયો. અગાઉ તે ઈરાની હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે બંધ હતો.

આ ઘટનાની વૈશ્વિક અસર શું થઈ શકે છે?

કતાર વિશ્વનો સૌથી મોટો LNG નિકાસકાર હોવાથી, આ બ્લાસ્ટ વૈશ્વિક ગેસ કટોકટી વધુ ઘેરી બનાવી શકે છે. ગેસનો પુરવઠો ફરી શરૂ થવામાં લાંબો સમય લાગી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ભારતીય એજન્ટોએ પાકિસ્તાનમાં ઘૂસીને માર્યા 30 આતંકી, લશ્કરના કમાન્ડરનો ચોંકાવનારો દાવો !
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
Embed widget