શોધખોળ કરો

Afghanistan: તાલિબાનોએ હદ વટાવી, એકલી શોપિંગ કરવા નિકળેલી મહિલા સાથે કરી ક્રુર હરકત, જુઓ Video

અફઘાનિસ્તાનમાં તાલિબાની સાશન આવતા જ મહિલાઓ પર આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ નિયમોનો ભંગ કરવા પર મહિલાઓને આકરી અને ભયાનક સજા આપવામાં આવે છે.

Women Flogged In Afghanistan: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાનની સત્તા સ્થાપાઈ છે ત્યારથી મહિલાઓ વિરૂદ્ધ એક પછી એક ઘટનાક્રમ સામે આવી રહ્યાં છે ભલભલાના રૂંવાડા ઉભા કરી દે તેવા હોય છે. હવે તાજેતરમાં કંઈક આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક મહિલા એકલી શોપિંગ કરવા જતા તેને જાહેરમાં ચાબુક વડે ઢોર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જે ભલભલાને વિચલીત કરી દે તેવો છે. 

અફઘાનિસ્તાનના તખાર પ્રાંતમાંથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં માનવતાની તમામ હદો વટાવી દેવામાં આવી છે. બે મિનિટના આ વીડિયોમાં એક મહિલાને જાહેરમાં બેરહેમીથી મારવામાં આવી રહી છે. આ દર્દનાક વીડિયો શબનમ નસીમી નામની મહિલાએ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાની સાશન આવતા જ મહિલાઓ પર આકરા પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ નિયમોનો ભંગ કરવા પર મહિલાઓને આકરી અને ભયાનક સજા આપવામાં આવે છે. તખાર પ્રાંતમાં પણ મહિલાને કથિત રીતે એક રૂઢિચુસ્ત તાલિબાન નિયમનો ભંગ કરવા બદલ માર મારવામાં આવ્યો હતો. તાલિબાની કાયદા પ્રમાણે મહિલાઓ પતિ કે ઘરના અન્ય કોઈ પુરૂષ વગર દુકાને જવાની મનાઈ ફરમાવે છે.

શબનમ નસીમી દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો વીડિયો

વીડિયો પોસ્ટ કરવાની સાથે શબનમ નસીમીએ ટ્વિટર પર લખ્યું હતું કે, તાલિબાનના શાસનમાં અફઘાનિસ્તાનની મહિલાઓ પૃથ્વી પર જ નરકનો અનુભવ કરી રહી છે. આપણે આંખ આડા કાન ન કરવા જોઈએ. બે દિવસ પહેલા જ ચોરી અને નૈતિક અપરાધ બદલ  દોષિત ઠર્યા બાદ અફઘાન કોર્ટના આદેશથી ત્રણ મહિલાઓ અને 11 પુરુષોને કોરડા મારવામાં આવ્યા હતા.

તાલિબાન નેતાએ શું કહ્યુ? 

તાલિબાનના વરિષ્ઠ નેતા હૈબતુલ્લાહ અખુન્દઝાદાએ ગયા મહિને ન્યાયાધીશોને જાહેર ફાંસી, પથ્થરમારો અને ચાબુક મારવા અને ચોરો માટે અંગવિચ્છેદન સહિત ઇસ્લામિક કાયદાના તમામ પાસાઓનો સંપૂર્ણ અમલ કરવાનો આદેશ આપ્યો હતો.

સોશિયલ મીડિયા આવા વીડિયોથી ખદબદે છે

વિવિધ ગુનાઓના આરોપીઓને જાહેરમાં કોરડા મારતા તાલિબાન લડવૈયાઓના વીડિયો અને તસવીરોથી સોશિયલ મીડિયા મહિનાઓથી ધમધમી રહ્યું છે. 2001ના અંતમાં સમાપ્ત થયેલા તેમના પ્રથમ શાસન દરમિયાન તાલિબાન નિયમિતપણે જાહેર ફાંસીની સજાઓ કરતા હતા જેમાં રાષ્ટ્રીય સ્ટેડિયમમાં કોરડા મારવા અને ફાંસીની સજા આપવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Embed widget