શોધખોળ કરો
Advertisement
દુનિયાભરમાં અત્યાર સુધી 2.70 કરોડ લોકો કોરોના સંક્રમિત, છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કેસ
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 64 લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે.
Coronavirus: કોરોના મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો રહ્યો છે અને દુનિયાભરમાં આ સંક્રમણથી મરનારાઓની સંખ્યા 9 લાખની નજીક પહોંચી ગઈ છે. દુનિયાભરમાં પોણા ત્રણ કરોડની આસપાસ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર નવા કેસ સામે આવ્યા છે અને 4 હજાર 634 લોકોના મોત થયા છે.
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 2 કરોડ 70 લાખ 43 હજાર લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 8 લાખ 82 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 1 કરોડ 91 લાખ લોકો સ્વસ્થ થયા છે. દુનિયાભરમાં હાલ 70 લાખ 38 હજાર એક્ટિવ કેસ છે.
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 64 લાખથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 41 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 31 હજાર કેસ નોંધાયા છે. જો કે, હાલના દિવસોમાં દરરોજના સૌથી વધુ કોરોના વાયરસના કેસ ભારતમાં સામે આવી રહ્યા છે.
અમેરિકા: કેસ- 6,429,947, મોત- 192,818
બ્રાઝીલ: કેસ- 4,123,000, મોત- 126,203
ભારત: કેસ- 4,110,839, મોત- 70,679
રશિયા: કેસ- 1,020,310, મોત- 17,759
પેરૂ: કેસ- 676,848, મોત- 29,554
કોલંબિયા: કેસ -658,456, મોત- 21,156
સાઉથ આફ્રિકા: કેસ- 636,884, મોત- 14,779
મેક્સિકો: કેસ- 623,090, મોત- 66,851
સ્પેન: કેસ- 517,133, મોત- 29,418
અર્જેટીના: કેસ - 471,806, મોત- 9,739
22 દેશોમાં 2 લાખથી વધુ કોરોના સંક્રમિત કેસ
દુનિયાના 22 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સઉદી અરબ, ઈટલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. દુનિયામાં 60 ટકા(5 લાખ) લોકોના મોત માત્ર છ દેશોમાં થયા છે. આ દેશમાં અમેરિકા, બ્રાઝીલ, મૈક્સિકો,ભારત, બ્રિટન, ઈટલી છે. દુનિયાના ચાર દેશો (અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો, ભારત)માં 60 હજારથી વધુ મોત થયા છે.
ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમિત કેસ મામલે ત્રીજા નંબરે છે. જ્યારે સૌથી મોત મામલે પણ ત્રીજા નંબરે છે. સાથે ભારત ત્રીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement