શોધખોળ કરો
Lucky Colour 2024: આપના માટે આગામી વર્ષે ક્યો રંગ રહેશે શુભ, રાશિ અનુસાર જાણો લકી કલર
Lucky Colour According To Rashi 2024: જ્યોતિષમાં 12 રાશિનું દરેકનું એક મહત્વ છે. જાણીએ આગામી વર્ષ 2024માં આપના માટે ક્યો કલર લકી છે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/13

Lucky Colour According To Rashi 2024: જ્યોતિષમાં 12 રાશિનું દરેકનું એક મહત્વ છે. જાણીએ આગામી વર્ષ 2024માં આપના માટે ક્યો કલર લકી છે
2/13

મેષ- મેષ રાશિનો સ્વામી મંગળ છે. વર્ષ 2024માં આ રાશિનો શુભ રંગ લાલ રહેશે, લાલ રંગ પ્રેમ, ઉર્જા અને પ્રજનનનું પ્રતીક છે. આ રંગ કર્મ કરવા માટે પણ પ્રેરિત કરે છે.
3/13

વૃષભ – આ રાશિનો સ્વામી શુક્ર છે. વર્ષ 2024માં આ રાશિનો શુભ રંગ સફેદ છે. સફેદ રંગ સુખ શાંતિનું પ્રતીક છે.
4/13

મિથુન- આ રાશિનું સ્વામી બુધ છે. આ રાશિના જાતક માટે 2024માં શુભ રંગ લીલો રહેશે, ગ્રીન કલર સકારાત્મકતા અને લીલોતરીનું પ્રતીક છે.
5/13

કર્ક - રાશિનો સ્વામી ચંદ્રમા છે. જે મનની ભાવનાઓને નિયંત્રિત કરવાનું કામ કરે છે. 2024 માટે કર્ક રાશિ માટે શુભ રંગ સફેદ હશે. તેને પહેરવાથી કર્ક રાશિના બધા જ કામ પરિપૂર્ણ થશે,
6/13

સિંહ-આ રાશિના સ્વામી ગ્રહ સૂર્ય છે. વર્ષ 2024માં આ રાશિના જાતકનો લકી કલર ઘાટો લાલ, પીળો રહેશે. પીળા પરિધાન ધારણ કરીને સૂર્યની પૂજા કરવાથી શુભ ફળની શીઘ્ર પ્રાપ્તિ થશે.
7/13

કન્યા- કન્યા રાશિના જાતક માટે લકી કલક ગ્રીન છે. આ રંગ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. આ રંગ કન્યા રાશિના જાતકના જીવનને સુખમય બનાવે છે.
8/13

તુલા- આ રાશિનો સ્વામી શુક્ર છે. આવતા વર્ષ માટે આ રાશિના જાતક માટે શુભ રંગ પીળો છે. આવતા વર્ષે આ રંગનો પ્રયોગ કરવાથી સફળતા મળશે.
9/13

વૃશ્ચિક – આ રાશિનો સ્વામી મંગળ છે. તેથી આ રાશિના જાતક માટે લાલ અને મરૂન રંગ ઉત્તમ અને શુભ છે. આપના માટે આ શુભ રંગનો પ્રયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.આ રંગના પ્રયોગથી આપ કઠિન પરિસ્થિતિમાંથી સરળતાથી બહાર નીકળી શકશો.
10/13

ધન- ધન રાશિનો સ્વામી બૃહસ્પતિ છે. વર્ષ 2024નો શુભ રંગ પીળો છે. આ રાશિના જાતકને વર્ષ 2024માં આ રંગ સફળતા અપાવશે.
11/13

મકર- મકર રાશિના સ્વામી શનિ હોય છે. શનિ સ્વામી હોવાથી આ રાશિના જાતક માટે મરૂન અને ઘાટો લીલો રંગ શુભ છે.
12/13

કુંભ – આ રાશિનો સ્વામી પણ શનિ છે. વર્ષ 2024માં આ રાશિનો શુભ રંગ કાળો અથવા ઘેરો લીલો છે. આ રંગના પ્રયોગથી કુંભ રાશિના જાતકને ઘણો ફાયદો થશે.
13/13

મીન- આ રાશિનો સ્વામી બૃહસ્પતિ છે, બૃહસ્પતિનો શુભ રંગ પીળો છે. વર્ષ 2024માં મીન રાશિના લોકો માટે પીળો રંગ ખૂબ જ લાભકારી રહેશે, આ રંગ આપના જીવનમાં શુભતા લઇને આવશે
Published at : 04 Dec 2023 07:25 PM (IST)
View More
Advertisement