શોધખોળ કરો
17 September Ank Rashifal: આપની જન્મતારીખ પરથી જાણો મંગળવારનું રાશિફળ, જાણો શું કહે છે અંકજ્યોતિષ
Numerology Prediction: અંકશાસ્ત્રમાંથી બનાવેલ અંક જ્યોતિષ રાશિફળ પર જન્મના મૂલાંક પરથી કરવામાં આવે છે. જાણીએ આપની જન્મતારીખ પરથી આપનું દૈનિક રાશિફળ
પ્રતીકાત્મક તસવીર
1/10

Numerology Prediction: આપની જન્મ તારીખમાંથી આપનો મૂલાંક નીકળે છે, ઉદાહરણ તરીકે જો આપની જન્મ તારીખ 24 છે તો 2+4+ 6 એટલે આપનો મૂલાંક 6 છે. ઉદાહરણ તરીકે જે લોકોની જન્મ તારીખ 1, 19, 28, છે તો આ અંકનો સરળવાળો 10 આવે છે તો વન પ્લસ ઝીરો કરીએ તો સરવાળો વન આવે છે. તો આપનો મુલાંક 1 છે. મૂલાંક 1થી 9ની અંદર હોય છે તો જાણીએ આપના મુલાંક મુજબ આપનો દિવસ કેવો જશે.
2/10

મંગળવાર નંબર 1 વાળા લોકો માટે વ્યસ્ત દિવસ હોઈ શકે છે. કોઈપણ કામમાં ઉતાવળ ન કરો નહીં તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. વિવાહિત લોકોને તેમના જીવનમાં સારા સમાચાર મળી શકે છે. શિક્ષણ ક્ષેત્રે સફળતા મળતી જણાય.
3/10

મૂલાંક 2 વાળા લોકો માટે મંગળવારનો દિવસ સારો રહેશે. દિવસની શરૂઆત હનુમાનજીના દર્શનથી કરો. અટકેલા કામ પૂરા થઈ શકે છે. વિવાહિત લોકોએ ગુસ્સે થવાનું ટાળવું જોઈએ. ઘરમાં કાર ખરીદવાની ચર્ચા શરૂ થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર રહો.
4/10

અંક 3 વાળા લોકો માટે મંગળવાર સારો દિવસ સારો સાબિત થશે. કાર્યસ્થળ પર વરિષ્ઠ તમારા કામની પ્રશંસા કરી શકે છે. કોઈ જૂનો મિત્ર તમને ઘરે મળવા આવી શકે છે. માતાના સ્વાસ્થ્યને લઈને પરિવારમાં ચિંતા રહેશે. ખરાબ સમયમાં હિંમત હારશો નહીં.
5/10

4 અંક વાળા લોકો માટે મંગળવારનો દિવસ સારો રહેવાનો છે. નોકરીયાત લોકોના જીવનમાં શુભ ઘટનાઓ બની રહી છે. પ્રેમ સંબંધોમાં લોકોને તેમના જીવનસાથીનો વિશ્વાસ જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે.
6/10

મૂલાંક નંબર 5 વાળા લોકો માટે મંગળવાર પ્રેમની દ્રષ્ટિએ થોડો મુશ્કેલ બની શકે છે. વિવાહિત લોકોના જીવનમાં આર્થિક સંકટ પણ આવી શકે છે. ડરશો નહીં, આ ફક્ત થોડા સમય માટે જ રહેશે. શિક્ષણના ક્ષેત્રમાં વધુ મહેનત કરો નહીંતર પરિણામ નિરાશ કરી શકે છે. રોકાણ કરવાનું ટાળો.
7/10

મૂલાંક નંબર 6 વાળા લોકો માટે આવતીકાલ તેમની આર્થિક સ્થિતિથી લાભદાયી બની શકે છે. પ્રેમ સંબંધમાં પણ સારા પરિણામો જોવા મળી રહ્યા છે. વિવાહિત લોકો તેમના જીવનસાથી સાથે આત્મીયતા માણવા માટે મંગળવારનો લાભ લઈ શકે છે. બહારનું ખાવાનું ટાળો નહીંતર તમે બીમાર પડી શકો છો
8/10

7 અંક વાળા લોકો માટે મંગળવારનો દિવસ સારો રહેશે. કોઈપણ પ્રકારના રોકાણમાં નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી. ઘરમાં લગ્નની વાત થઈ શકે છે. પ્રેમના સંદર્ભમાં, તમારા જીવનસાથી પર ગુસ્સો કરવાનું ટાળો. નોકરીયાત લોકોને નવી જગ્યાએ નોકરી મળી શકે છે.
9/10

મૂળાંક નંબર 8 ધરાવતા લોકોએ પરિવાર સાથે સંબંધો સુધારવા પર ધ્યાન આપવું જોઈએ. પ્રેમમાં પડ્યા પછી તમારા હેતુને ભૂલશો નહીં. માનસિક તણાવને કારણે આખો દિવસ વ્યર્થ જઈ શકે છે. કોઈપણ પ્રકારની બહારની યાત્રા ટાળો. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો.
10/10

9 અંક વાળા લોકો માટે મંગળવારનો દિવસ સારો રહેશે. કામ પર ધ્યાન આપો, તમારી ઈચ્છા મુજબ પરિણામ આવશે. મિલકત ખરીદવાને લઈને પરિવારમાં ચર્ચા થઈ શકે છે. પ્રેમની દ્રષ્ટિએ મંગળવારનો દિવસ સારો રહેશે.
Published at : 17 Sep 2024 07:27 AM (IST)
આગળ જુઓ





















