ગંગા સ્નાનથી શરીરના રોગ દૂર થાય છે અને તમામ પાપ ધોવાઇ જાય છે તેમ કહેવાય છે. આ કારણે ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓની વિશેષ ભીડ જોવા મળે છે.
2/5
કલ્પવાસ કરનારા તમામ શ્રદ્ધાળુ આજના દિવસે ગંગા મૈયાની પૂજા-અર્ચના કરી સાધુ, સંતો અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે. આજના દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે.
3/5
પૌરાણિક ગ્રંથોમાં પણ આ વાતનો ઉલ્લેખ મળે છે. પૌરાણિક કથા મુજબ, આ ખાસ દિવસે દેવતા પણ પોતાનું રૂપ બદલીને ગંગા સ્નાન માટે પ્રયાગરાજ આવે છે.
4/5
પંચાગ અનુસાર આજે મહા સુદ પૂનમની તિથિ છે. આજે માઘ નક્ષત્ર છે અને ચંદ્ર સિહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજના દિવસનું ખાસ મહત્વ છે.
5/5
આ દિવસે તલ અને ધાબળાના દાનનું વિશેષ માહાત્મ્ય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ પર તલ ચઢાવવાની પણ પરંપરા છે. તલને સ્વાસ્થ્ય સાથે ગાઢ સંબંધ છે. આ ઉપરાંત જરૂરિયારત મંદોને કાળા ધાબળાનું દાન કરવાથી અનેક પ્રકારની અડચણો દૂર થાય છે. (તમામ તસવીર સૌજન્યઃ ANI)