શોધખોળ કરો
Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રીમાં આઠમના દિવસે અંબાજીમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો
Chaitra Navratri 2023: આજે ચૈત્રી નવરાત્રીની અષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. અષ્ટમીના દિવસે મા મહાગૌરીના આઠમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
ચૈત્રી નવરાત્રી
1/6

અષ્ટમીના દિવસે કુલ દેવીની પૂજાની સાથે સાથે ભદ્રકાળી અને મહાકાળીની પણ પૂજા કરવામાં આવે છે.
2/6

માતા મહાગૌરીને અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે આ દિવસે માતા અન્નપૂર્ણાની પણ પૂજા કરવામાં આવે છે.
3/6

આજે અંબાજીમાં ચૈત્રી નવરાત્રીની આઠમ પર માતાજીની મંગળા આરતીમાં ભક્તો નો ઘોડાપૂર આવ્યું હતું. મોટી સંખ્યામાં માઇભક્તો માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા.
4/6

માઇભક્તો પણ ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં અંબાજી આવી રહ્યા છે.
5/6

ચૈત્રી નવરાત્રીમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવતી હોય છે. આઠમના દિવસે દર્શનનું વિશેષ માહાત્મ્ય છે.
6/6

અંબાજીમાં ભક્તિમય માહોલ વચ્ચે માતાજીની મંગળા આરતી કરવામાં આવી હતી.
Published at : 29 Mar 2023 09:34 AM (IST)
આગળ જુઓ
Advertisement





















