શોધખોળ કરો
Somnath Mahadev: સોમનાથ મહાદેવને શ્રાવણ માસના બીજા દિવસે 165 કિલો કેસરી પુષ્પનો શણગાર કરવામાં આવ્યો, જાણો શું છે વિશેષતા
Shravan Month: ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે.
દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના બીજા દિવસે કેસરી પુષ્પનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.
1/6

પૂજારીઓ દ્વારા 165 કિલો કેસરીયા પુષ્પોથી સોમનાથ મહાદેવને શૃંગાર કરવામાં આવ્યો હતો.
2/6

સોમનાથ મહાદેવને કેસરી પુષ્પથી શ્રૃંગાર કરવા ધાર્મિક રીતે પરમ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે.
3/6

કેસરી પુષ્પનો રંગ ભગવાન શિવના તપને દર્શાવે છે. સાથે કેસરી પુષ્પમાં ઔષધીય ગુણો પણ હોય છે.
4/6

સોમનાથ મહાદેવનો કેસરીયા પુષ્પ શણગાર વિશેષ પ્રસંગો પર કરવામાં આવે છે.
5/6

સોમનાથ મહાદેવના કેસરીયા શૃંગાર ના દર્શન કરીને ભક્તો ધન્ય બન્યા હતા.
6/6

શ્રાવણ માસને લઈ સોમનાથ મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
Published at : 06 Aug 2024 09:47 PM (IST)
આગળ જુઓ





















