શોધખોળ કરો
Salangpur Hanuman: અષાઢી બીજે કષ્ટભંજન દેવને કરાયો દિવ્ય શણગાર, જુઓ તસવીરો
Rathyatra 2023: આજે અષાઢી બીજનું પાવન પર્વ છે. આ પર્વ પર ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે.

કષ્ટભંજન દેવ
1/8

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અષાઢી બીજ નિમિતે તા.20-06-2023ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો.
2/8

રથયાત્રાના ભવ્ય શણગાર દર્શન તથા દાદાના સિંહાસનને ફૂલો વડે શણગાર કરવામાં આવ્યો હતો.
3/8

સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
4/8

દાદાને રથયાત્રા નિમિત્તે મગ અને જાંબુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
5/8

મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
6/8

હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
7/8

દાદાના દર્શન કરવા વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
8/8

21 જૂન 2023ને બુધવારના રોજ સવારે 6.00 કલાકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના સાનિધ્યમાં કિંગ ઓંફ સાળંગપુરના પ્રાંગણમાં કરવામાં આવ્યું છે.
Published at : 20 Jun 2023 09:30 AM (IST)
આગળ જુઓ
Advertisement