શોધખોળ કરો
Ravivar Upay: જીવનમાં પ્રગતિ થંભી ગઇ છે? રવિવારે કરો આ ઉપાય, સૂર્ય દેવ થશે પ્રસન્ન, સમસ્યાથી મળશે મુક્તિ
Ravivar Upay: રવિવાર એ સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસે કરવામાં આવેલી પૂજા, વ્રત કે ઉપાયથી ગ્રહોના રાજા સૂર્ય પ્રસન્ન થાય છે અને ભાગ્યદય થાય છે
પ્રતીકાત્મક તસવીર
1/6

જે ભક્ત પર સૂર્ય ભગવાનની કૃપા હોય છે તેને સમાજમાં માન-પ્રતિષ્ઠા મળે છે, કાર્યસ્થળમાં ઉચ્ચ સ્થાન મળે છે અને સ્વસ્થ જીવન જીવે છે. કુંડળીમાં સૂર્ય નબળો પડે ત્યારે જીવન સંઘર્ષોથી ભરેલું બની જાય છે.
2/6

જ્યોતિષ અનીશ વ્યાસ જણાવે છે કે, રવિવારે લેવાતા આવા ઉપાયો જેનાથી સૂર્ય ભગવાન તરત જ પ્રસન્ન થઈ જશે અને કૃપા વરસાવશે. રવિવાર એ સૂર્યદેવનો દિવસ છે. તેથી આ દિવસે કરવામાં આવેલ ઉપાયો સૌથી શુભ માનવામાં આવે છે.
3/6

રવિવારે ગરીબો અને જરૂરિયાતમંદોને ગોળ, કપડા, ચોખા વગેરેનું દાન કરો. આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્યદેવની કૃપાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે.
4/6

રવિવારે સૂર્ય ભગવાનને અર્ઘ્ય ચઢાવવું જોઈએ. આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ઊગતા સૂર્યને ફૂલ, કુમ કુમ , અક્ષત, સાકર મિકસ કરીને પાણીનું અર્ઘ્ય આપો. આ વાતનું ધ્યાન રાખો કે તાંબાના વાસણમાંથી જ અર્ઘ્ય ચઢાવવું જોઈએ. તેનાથી સૌભાગ્ય વધે છે.
5/6

કુંડળીમાં સૂર્ય નબળો હોઈ શકે છે અને જીવન સમસ્યાઓથી ભરેલું હોઈ શકે છે. તેથી તમે રવિવારે સૂર્ય ભગવાનની પૂજા કરો અને મંત્રની ઓછામાં ઓછી એક માળા ‘ઓમ હ્રીં હ્રીં હં સ: સૂર્યાય નમઃ’ નો જાપ કરો.
6/6

રવિવારે ઘરના મુખ્ય દ્વાર પાસે દરવાજાની બંને બાજુએ બે દેશી ઘીનો દીવો પ્રગટાવવો શુભ છે. એવું માનવામાં આવે છે કે, સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને ધનની દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ધન-ધાન્યના આશીર્વાદ આપે છે.
Published at : 29 Sep 2024 08:36 AM (IST)
આગળ જુઓ





















