શોધખોળ કરો
Shivling Puja: ઘરમાં શિવલિંગ રાખવું યોગ્ય કે અયોગ્ય? મંદિર અને ઘરમાં રહેલા શિવલિંગ વચ્ચેનો તફાવત અને મહત્વ જાણો
Shivling Puja: મંદિરમાં રહેલું શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપ અને ઊર્જાનું પ્રતીક છે, જે ખાસ શિવાલયમાં રાખવામાં આવે છે, જ્યારે ઘરમાં રાખવામાં આવેલા શિવલિંગની પૂજા વ્યક્તિગત ભક્તિ માટે કરવામાં આવે છે.
મંદિર અને ઘરમાં રહેલા શિવલિંગ વચ્ચેનો તફાવત અને મહત્વ
1/6

શિવનો અર્થ દયાળુ અથવા કલ્યાણકારી અને લિંગનો અર્થ પ્રગતિ થાય છે. શિવલિંગને બ્રહ્માંડની ઊર્જાનું પ્રતિક પણ માનવામાં આવે છે. શિવલિંગ એ ભગવાન શિવની સૌથી સામાન્ય અને પ્રાથમિક પ્રતિમાઓની એક છે.
2/6

મંદિરમાં રહેલા શિવલિંગ અને ઘરના શિવલિંગ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે મંદિરમાં શિવલિંગ મોટા અને વિશાળ સ્વરૂપમાં બનાવવામાં આવે છે, જ્યાં નિયમિતપણે પૂજા અને આરતી કરવામાં આવે છે, જ્યારે ઘરમાં એક નાનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવે છે. શિવલિંગની પૂજા માટે નિયમોનું પાલન કરવું પડે છે.
3/6

મંદિરમાં શિવલિંગનું મહત્વ: નિરાકાર બ્રહ્માનું પ્રતિક, સૃષ્ટિનું પ્રતિક, ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) નું નિવાસસ્થાન, પ્રકૃતિ અને માણસનું જોડાણ, ભૌતિક અને આધ્યાત્મિક વિકાસ, મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ.
4/6

ઘરમાં શિવલિંગ હોવું ખૂબજ શુભ માનવામાં આવે છે. ઘરમાં શિવલિંગ હોવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. તે પરિવારના સભ્યોમાં શાંતિ જાળવવામાં મદદ કરે છે.
5/6

ઘરમાં રહેલુ શિવલિંગ મન અને શરીર બંને માટે ફાયદાકારક માનવામાં આવે છે, તણાવ અને ચિંતા ઘટાડે છે. વધુમાં, તે એકંદર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગની પૂજા કરવાથી હૃદયની દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.
6/6

Disclaimer: અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી
Published at : 12 Nov 2025 11:36 AM (IST)
આગળ જુઓ
Advertisement





















