જણાવી દઈએ કે, સોનલે તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મો પણ કરી છે. સોનલે 2008માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રેનબો’માં પણ કર્યું છે. તે સિવાય વર્ષ 2016માં આવેલી ફિલ્મ ‘ડિક્ટેટર’માં તેનો રોલ દમદાર હતો. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
2/6
સોનલ એક્ટ્રેસ હોવાની સાથે સાથે સિેંગર પણ છે. 2008માં આવેલી ફિલ્મ જન્નતથી તેને એક અલગ ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે ઈમરાન હાશમી લીડ રોલમાં હતો. તે સિવાય તે 2011માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’અને ‘3જી’માં પણ નજર આવી હતી. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
3/6
સોનલ આ તસવીરોમાં ખૂબજ બોલ્ડ નજર આવી રહી છે. તસવીરોમાં સોનલ વાઈટ ક્રોપા ટોપમાં નજર આવી રહી છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
4/6
સોનલે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે, “વર્ષ 2021ની શરુઆત થઈ રહી છે, આ વર્ષ બધા માટે શુભ રહે.” સોનલની આ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
5/6
વર્ષ 2008માં આવેલી ‘જન્નત’ ફિલ્મથી હિટ થયેલી સોનલ ચૌહાણનો આ લુક ચાહકોને ખૂબજ પસંદ આવી રહ્યો છે. સોનલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે વાતચીત પણ કરતી નજર આવે છે. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)
6/6
બોલિવૂડ એક્ટ્રેસ સોનલ ચૌહાણે હોટ અંદાજમાં નવા વર્ષનું સ્વાગત કર્યું છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની કેટલીક ખાસ તસવીરો શેર કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી. સાથે તેના ફેન્સને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. (તસવીર-ઈન્સ્ટાગ્રામ)