શોધખોળ કરો
રાજ્ય સરકારે શિક્ષકો માટે બમ્પર ભરતી બહાર પાડી, બીએડ અને પીટીસી કરેલા ઉમેદવાર ફટાફટ કરે અરજી
શિક્ષકોની ઘટ નિવારવા "શાળા સંગાથી" ની ભરતી કરાશે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા સંગાથી શિક્ષકની ભરતી કરાશે. 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવા લેવાયો નિર્ણય. શિક્ષકોની આવેલી માગના આધારે ભરતી.
સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ સરકારી તેમજ ટ્રસ્ટ અને મંડળ સંચાલિત પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં “શાળા સંગાથી યોજના” હેઠળ શિક્ષક તરીકે ટ્રસ્ટ દ્વારા માનદ વેતનના ધોરણે નિમણૂક આપવા તેમજ ભરતી માટે પસદંગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
1/5

તા.૧૧/૦૫/ર૦ર૪ થી તા.૧૧/૦૬/૨૦૨૪ સુધીમાં દરેક ઉમેદવારે ઓનલાઈન અરજી job.sectindia.org વેબસાઈટ ઉપર જઈ કરવાની રહેશે, ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂક પ્રકાર, અને મહેનતાણા અંગેની સૂચનાઓ /જાહેરનામું વાંચી જોઈ લેવું.
2/5

અરજીઓ આપેલ વેબસાઈટ ઉપર ઓનલાઇન કરવાની રહેશે, ટપાલ કે પોસ્ટ દ્વારા આવલ અરજીઓ માન્ય રહેશે નહિ. આવેલ તમામ ઓનલાઇન અરજીઓનાં આધારે ટ્રસ્ટ દ્વારા મેરીટ યાદી અને પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. ત્યાર બાદ પસંદ થયેલ ઉમેદવારોને તાલીમ અર્થે અને ડોક્યુમેન્ટ ચકાસણી માટે નિયત સ્થળ અને સમયે રૂબરૂ બોલાવવામાં આવશે.
Published at : 12 May 2024 06:39 AM (IST)
આગળ જુઓ





















