શોધખોળ કરો
Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?
જો તમે બેન્કમાં નોકરી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. SBIમાં જૂનિયર એસોસિયેટની જગ્યાઓ માટે ભરતી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

જો તમે બેન્કમાં નોકરી કરવા માંગો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. SBIમાં જૂનિયર એસોસિયેટની જગ્યાઓ માટે ભરતી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી લદ્દાખ યુટી (લેહ અને કારગિલ ખીણ સહિત)માં થવાની છે.
2/6

આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જે 27 ડિસેમ્બર 2024 સુધી ચાલશે. અરજી કરવા માટે ઉમેદવારોએ https://bank.sbi/web/careers/current-openig ની મુલાકાત લઈને સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર લોગિન કરવું પડશે.
3/6

આ ભરતી અભિયાન મારફતે એસબીઆઈમાં કુલ 50 ક્લાર્કની જગ્યાઓ પર નિમણૂક થવાની છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 27 ડિસેમ્બર 2024 સુધી ચાલુ રહેશે.
4/6

ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે 27મી ડિસેમ્બર પછી કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ જગ્યાઓની પસંદગી માટે પ્રિલિમ પરીક્ષા જાન્યુઆરીમાં અને મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરીમાં પ્રસ્તાવિત છે. આ તારીખોમાં ફેરફાર શક્ય છે પોર્ટલ પર નજર રાખવી જરૂરી છે, જેથી તેઓ ચોક્કસ તારીખ વિશે માહિતી મેળવી શકે.
5/6

જેઓ SBI જુનિયર એસોસિએટની પોસ્ટ માટે ભરતી માટે અરજી કરે છે. તેઓ સત્તાવાર વેબસાઇટ sbi.co.in/web/careers/current-openingsની મુલાકાત લો. પછી 'For New Registration' પર ક્લિક કરો.
6/6

આ પછી ફોટોગ્રાફ અને સિગ્નેચરને સ્કેન કરેલી ઇમેજ અપલોડ કરો. પછી વ્યક્તિગત વિગતો, કાર્ય અનુભવ, શૈક્ષણિક લાયકાત વગેરે ભરો. ભરતી માટેના અરજી ફોર્મને ક્રોસ ચેક કરો અને સબમિટ કરો. તેની પ્રિન્ટ આઉટ લઇ લો.
Published at : 17 Dec 2024 11:40 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
