શોધખોળ કરો
BHELમાં 400 પદો પર બહાર પડી ભરતી, જાણો ક્યાં સુધી કરી શકશો અરજી?
ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) એ 20 જાન્યુઆરી 2025ના રોજ એન્જિનિયર ટ્રેની અને સુપરવાઇઝર ટ્રેની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડી છે.
પ્રતિકાત્મક તસવીર
1/5

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) એ 20 જાન્યુઆરી 2025ના રોજ એન્જિનિયર ટ્રેની અને સુપરવાઇઝર ટ્રેની જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડી છે. અરજી પ્રક્રિયા 1 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે. ઉમેદવારો 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારોએ સંબંધિત શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે. વધુ વિગતો માટે ઉમેદવારો BHELની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
2/5

ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL) એ એન્જિનિયર ટ્રેની અને સુપરવાઇઝર ટ્રેની (ટેક) ની કુલ 400 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આમાંથી 250 જગ્યાઓ એન્જિનિયર ટ્રેની માટે રિઝર્વ છે જેમાં વિવિધ ટેકનિકલ શાખાઓ અનુસાર ખાલી જગ્યાઓ છે. એન્જિનિયર ટ્રેનીની જગ્યાઓમાં મિકેનિકલ ફિલ્ડ માટે 7૦, ઇલેક્ટ્રિકલ માટે 25, સિવિલ માટે 25, ઇલેક્ટ્રોનિક્સ માટે 20, કેમિકલ માટે 5 અને મેટલર્જી માટે 5 જગ્યાઓનો સમાવેશ થાય છે.
Published at : 21 Jan 2025 12:41 PM (IST)
આગળ જુઓ





















