શોધખોળ કરો
Jobs 2023: આસિસ્ટન્ટ પ્રૉફેસરની જગ્યાઓ માટે બહાર પડી બમ્પર ભરતી, લાખોમાં મળશે સેલેરી......
આ ભરતી અભિયાન માટે ઉમેદવારો 12 જુલાઈ સુધી ઓફિશિયલ વેબસાઇટ iisertirupati.ac.in પર જઈને અરજી કરી શકે છે.

પ્રતિકાત્મક તસવીર
1/5

IISER Recruitment 2023: સરકારી નોકરીની શોધમાં ફરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક મોટી ભરતીની જાહેરાત બહાર પડી છે. ભારતીય વિજ્ઞાન શિક્ષણ અને સંશોધન સંસ્થાએ ભરતીનું નૉટિફિકેશન બહાર પાડ્યુ છે. જે મુજબ સંસ્થામાં 32 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી અભિયાન માટે ઉમેદવારો 12 જુલાઈ સુધી ઓફિશિયલ વેબસાઇટ iisertirupati.ac.in પર જઈને અરજી કરી શકે છે.
2/5

ખાલી જગ્યાની વિગતો: - આ અભિયાન દ્વારા કુલ 32 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં પ્રૉફેસર અને આસિસ્ટન્ટ પ્રૉફેસરની જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
3/5

લાયકાત: - અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય સંસ્થા/યૂનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં ફર્સ્ટ ક્લાસ સાથે પીએચડીની ડિગ્રી હોવી જોઈએ અને કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.
4/5

પસંદગી પ્રક્રિયા: - ઉમેદવારોને ઇન્ટરવ્યૂ/પ્રેઝન્ટેશન માટે બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ/પ્રસ્તુતિ સમયે ઉમેદવારોએ ચકાસણી માટે તેમના મૂળ દસ્તાવેજોની નકલો રજૂ કરવાની રહેશે.
5/5

પગારઃ - આ પૉસ્ટ્સ પર પસંદ કરાયેલા ઉમેદવારોને પૉસ્ટ મુજબ દર મહિને 1,01,500 થી 1,59,100 રૂપિયા સુધીનો પગાર મળશે.
Published at : 07 Jul 2023 02:35 PM (IST)
આગળ જુઓ
Advertisement