શોધખોળ કરો
ધોરણ 10 પાસ માટે ITBP કોન્સ્ટેબલની એક વધુ ભરતી બહાર પડી, 69,000 રૂપિયા પગાર મળશે
ITBP Constable Bharti 2024: ITBP એક કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે. છેલ્લા કેટલાક દિવસોમાં ITBP એ વિવિધ કેટેગરીમાં કોન્સ્ટેબલ પદો માટે ઘણી ભરતીઓ કાઢી છે. તેણે હવે 819 કોન્સ્ટેબલની એક વધુ ભરતી કાઢી છે.
ITBP માં કોન્સ્ટેબલની નવી ભરતી કિચન સર્વિસ માટે નીકળી છે. આ ભરતી હંગામી ધોરણે થશે. સરકારી નોકરી મેળવવા ઇચ્છતા 10મું પાસ યુવાનો આ માટે અરજી કરી શકે છે. 10મું પાસ હોવાની સાથે ફૂડ પ્રોડક્શન અથવા કિચન સંબંધિત કોર્સ પણ કરેલો હોવો જોઈએ.
1/5

ITBP કોન્સ્ટેબલ ભરતીનું વિગતવાર નોટિફિકેશન 2 સપ્ટેમ્બર 2024ના રોજ જારી થશે અને છેલ્લી તારીખ 1 ઓક્ટોબર છે.
2/5

અરજી પ્રક્રિયા પણ આ જ દિવસે શરૂ થશે. વધુ માહિતી માટે ITBP ની ભરતી વેબસાઇટ https://recruitment.itbpolice.nic.in/ પર વિઝિટ કરી શકાય છે.
Published at : 19 Aug 2024 10:23 PM (IST)
આગળ જુઓ





















