મુંબઇઃ કોરોના વાયરસ દેશમાં અત્યારે વિકરાળ રૂપ લઇ રહ્યો છે. આને લઇને હાલ મહારાષ્ટ્રમાં લૉકડાઉન છે, અને મોટાભાગના લોકો ઘરમાંથી કામ કરી રહ્યાં છે. સ્ટાર્સે પણ ખુદને ઘરમાં બંધ કરી લીધા છે. એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ આ બધાની વચ્ચે કેટલીક તસવીરો શેર કરી છે.
2/5
સોનાક્ષી સિન્હા આ લૉકડાઉનમાં ખુદને ફિટ રાખવા માટે ખાસ મહેનત કરી રહી છે. તેને વર્કઆઉટ સેશનની તસવીરો ફેન્સની સાથે શેર કરી છે.
3/5
ક્રૉપ ટૉપ અને સાયકલિંગ ટાઇટ્સમાં સોનાક્ષી સિન્હા એકદમ ફિટ અને પાતળી લાગી રહી છે. તસવીરોમાં સોનાક્ષી સિન્હા પાયલેટ્સ મશીન પર પૉઝ આપી રહી છે.
4/5
સોનાક્ષી સિન્હા હમણાં કામથી દુર વેકેશન પર ગઇ હતી. અહીંથી તેને કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જે હજુ પણ ઇન્સ્ટા પર વાયરલ થઇ રહી છે.
5/5
સોનાક્ષી સિન્હાએ પોતાની આગામી ઓટીટી પ્રૉજેક્ટ બુલબુલ તરંગની જાહેરાત કરી દીધી છે. આ ઉપરાંત તે ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં પણ દેખાશે.