શોધખોળ કરો
Adipurush Teaser Launch: પ્રભાસ અને કૃતિ સેનન અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા, સામે આવી મનમોહક તસવીરો
Adipurush Star Cast At Ayodhya: 'આદિપુરુષ'ના રામ પ્રભાસ, સીતા તરીકે કૃતિ સેનન, નિર્માતા ભૂષણ કુમાર અને દિગ્દર્શક ઓમ રાઉતે ફિલ્મના પ્રમોશન પહેલા અયોધ્યાની મુલાકાત લીધી હતી.

આદિપુરુષ
1/7

દક્ષિણની સૌથી મોટી ઐતિહાસિક ભારતની ફિલ્મ 'આદિપુરુષ'ના ટીઝર લોન્ચ સમયે, તમામ સ્ટાર્સ અયોધ્યા શહેરમાં પહોંચ્યા અને ભગવાન રામના દર્શન કર્યા.
2/7

'આદિપુરુષ'ની સમગ્ર સ્ટાર કાસ્ટની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે, તમામ કલાકારોએ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામને નમન કર્યા હતા.
3/7

આ દરમિયાન 'આદિપુરુષ'ના રામ પ્રભાસ, સીતાના પાત્રમાં કૃતિ સેનન, નિર્માતા ભૂષણ કુમાર અને નિર્દેશક ઓમ રાઉત ફિલ્મના પ્રમોશન પહેલા અયોધ્યામાં સરયૂ નદીના કિનારે રામ લલ્લા મંદિર પહોંચ્યા હતા.
4/7

સાઉથ સ્ટારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'આદિપુરુષ'નું ટીઝર અયોધ્યામાં એક ભવ્ય સમારોહમાં રિલીઝ કરવામાં આવ્યું છે.
5/7

ફિલ્મની પહેલી જ ઝલકમાં પ્રભાસ ભગવાન રામના અવતારમાં છે. સાથે જ એક્ટર સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે.
6/7

તસવીરોમાં કૃતિ સેનન ગ્રે કલરના સૂટમાં જોવા મળી રહી છે, જ્યારે પ્રભાસે સફેદ કુર્તો અને ધોતી પહેરી છે.
7/7

આદિપુરુષ ફિલ્મ 12 જાન્યુઆરી 2023ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મના ટીઝર લોન્ચ વખતે અયોધ્યામાં એક કૃત્રિમ પુલ બનાવવામાં આવ્યો હતો, જેના પર કૃતિ સેનન અને પ્રભાસ ભગવાન રામ-સીતાના અવતારમાં સ્ટેજ પર પહોંચ્યા હતા.
Published at : 03 Oct 2022 06:30 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
