શોધખોળ કરો
'તારક મહેતા' શૉ છોડી ચૂકેલી અંજલિ ભાભી હવે આ ફિલ્મમાં બિખરશે પોતાનો જલવો, જાણો નેહા મહેતાની ફિલ્મ વિશે.....

Neha_Mehta
1/7

મુંબઇઃ છેલ્લા 12 વર્ષો સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરનારી નેહા મહેતા હાલ શૉને છોડી ચૂકી છે. ગયા વર્ષે અંજલિ ભાભી ઉર્ફે નેહા મહેતાએ શૉને અલવિદા કહી દીધુ હતુ. તારક મહેતાની આ જુની અંજલિ ભાભી છે. આ ફેંસલાથી મેકર્સની પરેશાનીઓ વધી તો ફેન્સ ખુબ નારાજ થયા હતા.
2/7

શૉ છોડ્યા બાદ એવા સમાચારો પણ ઘણા આવ્ય કે નેહા મહેતા બહુ જલ્દી શૉમાં વાપસી કરી શકે છે, પરંતુ એવુ નથી થયુ.
3/7

નેહા મહેતાએ શૉને છોડ્યા બાદ એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે - તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી અલગ થઇને તેને જાણવા મળ્યુ કે તે બીજુ ઘણુબધુ કરી શકે છે, અને હવે તે ફિલ્મો તરફ વળી ચૂકી છે.
4/7

નેહા મહેતાની જલ્દી જ ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની છે, જેમા તે ખુબ દમદાર અને મુખ્ય રૉલમાં દેખાશે. આ ફિલ્મ વૂમન એમ્પાવરમેન્ટ પર આધારિત છે, જેમાં નેહા મહેતાનો રૉલ ખુબ અલગ અને શક્તિથી ભરેલો રહેવાનો છે.
5/7

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ સાથે જોડાયા પહેલા નેહા મહેતા એક બૉલીવુડ ફિલ્મ EMIમાં પણ દેખાઇ હતી, જેમાં સંજય દત્ત લીડ રૉલમાં હતો. આ પછી તેને આ શૉની ઓફર થઇ જોકે તે સમયે તે અંજિલ મહેતાની ભૂમિકાને લઇને શ્યૉર ન હતી, પરંતુ આને બેસ્ટ રીતે નિભાવ્યો અને 12 વર્ષ સુધી શૉ સાથે જોડાયેલી રહી.
6/7

નેહા મહેતાએ શૉને છોડ્યા બાદ સુનૈના ફૌઝદાર હવે અંજલિ ભાભીનો રૉલ પ્લે કરી રહી છે, જેને આ રૉલમાં ખુબ પસંદ કરવામાં આવી રહી છે.
7/7

સુનૈના ફૌઝદાર ગયા વર્ષથી જ આ શૉ સાથે જોડાઇ છે, અને હવે દર્શકોને તેની ભૂમિકા ખુબ ગમી ગઇ છે, અને આ રૉલની સાથે ન્યાય કરતી દેખાઇ રહી છે.
Published at : 11 Jun 2021 11:32 AM (IST)
આગળ જુઓ
Advertisement