શોધખોળ કરો
Hardy Sandhu Networth: જાણો કેટલી પ્રોપર્ટીનો માલિક છે પંજાબી સિંગર Hardy Sandhu, આ ફિલ્મથી કરશે બોલીવૂડમાં ડેબ્યૂ
1/5

Hardy Sandhu Networth: હાર્ડી સંધૂ હાલના દિવસોમાં પંજાબી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે. લાખો લોકો તેના અવાજના દિવાના છે. પરંતુ શું તમે જાણો છો કે સમગ્ર દેશને પોતાના અવાજથી કાયલ બનાવનાર હાર્ડી સંધૂ પહેલા ક્રિકેટ રમતો હતો. પરંતુ તેના જીવનમાં બનેલી એક ઘટનાએ તેને ક્રિકેટથી દૂર કરી દિધો હતો. એક વખત ક્રિકેટ રમતા હાર્ડીને ખૂબ જ ગંભીર ઈજા પહોંચી હતી એટલે તેણે ક્રિકેટમાંથી સન્યાસ લેવો પડ્યો હતો. ત્યારબાદ હાર્ડીએ સિંગિંગમાં પોતાનું કરિયર બનાવ્યું. ચાલો તમને જણાવી તેની નેટવર્થ અને પર્સનલ લાઈફ સાથે જોડાયેલી કેટલીક વાતો...
2/5

હાર્ડી સંધૂએ પંજાબી સિનેમાને ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. જેમને ચાહકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. હાર્ડીનું પહેલું હિટ ગીત ટકીલા શોટ હતું. આ ગીત તેની કારકિર્દીને ઉંચાઈ પર લઈ ગયું. તે પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.
Published at : 18 Dec 2021 08:02 PM (IST)
આગળ જુઓ





















