શોધખોળ કરો
ઓફ શોલ્ડર થાઇ હાઇ સ્લિટ ગાઉનમાં કિયારા અડવાણીનો ગ્લેમરસ અંદાજ
બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી Pinkvilla Screen and Style Icons Awards 2024માં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી. અભિનેત્રીએ તેના અદભૂત લૂકથી મહેફિલ લૂંટી લીધી હતી.

કિયારા અડવાણી
1/8

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી Pinkvilla Screen and Style Icons Awards 2024માં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી. અભિનેત્રીએ તેના અદભૂત લૂકથી મહેફિલ લૂંટી લીધી હતી.
2/8

પિંકવિલા સ્ક્રીન એન્ડ સ્ટાઇલ આઇકોન એવોર્ડ્સ 2024નું આયોજન ગઇકાલે સાંજે મુંબઇના તાજ લેન્ડ્સ એન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ ગ્લેમરસ ઈવેન્ટમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ ઉમટ્યા હતા. તમામ સેલેબ્સ અલગ-અલગ લુકમાં ફંક્શનમાં પહોંચ્યા હતા. જોકે, બધાની નજર કિયારા અડવાણી પર ટકેલી હતી.
3/8

કિયારા અડવાણી ગઈકાલે પિંકવિલા સ્ક્રીન એન્ડ સ્ટાઈલ આઈકોન્સ એવોર્ડ નાઈટમાં શાનદાર અંદાજમાં જોવા મળી હતી.
4/8

ઈવેન્ટ માટે કિયારાએ સ્કાય બ્લુ કલરનો ઓફ શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો અને અભિનેત્રી આ આઉટફિટમાં એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.
5/8

કિયારાએ ગ્રે કલરની પોઈન્ટેડ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લેટ કર્યો હતો. અભિનેત્રી એટલી અદભૂત દેખાતી હતી કે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ હતી.
6/8

આ દરમિયાન કિયારાએ પાપારાઝીઓને પોઝ આપ્યા હતા. અભિનેત્રીની તસવીરો હવે ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. કિયારાની આ તસવીરો જોઈને ફેન્સ તેની સુંદરતાના દીવાના થઈ રહ્યા છે.
7/8

કિયારા ટૂંક સમયમાં સાઉથ સુપરસ્ટાર રામ ચરણ સાથે આગામી ફિલ્મ ગેમચેન્જરમાં જોવા મળશે. આ ફિલ્મ એક રાજકીય ડ્રામા હશે જે સત્ય ઘટનાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં રામ ચરણ રાજકીય વ્યૂહરચનાકારની ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં રામ ચરણ અને કિયારા ઉપરાંત અંજલિ, જયરામ, સુનીલ, સમુથિરકાની, નવીન ચંદ્ર અને નાસર પણ જોવા મળશે.
8/8

આ સિવાય કિયારા અડવાણી પાસે 'ડોન 3' પણ છે. આ ફિલ્મમાં તે રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે અને તેનું નિર્દેશન ફરહાન અખ્તર કરશે. આ ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થઈ શકે છે.
Published at : 19 Mar 2024 12:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
