શોધખોળ કરો
માનેસરની આ હોટલમાં લગ્ન કરશે પુલકિત અને કૃતિ, જાણો તમામ ડિટેઇલ્સ
Pulkit Samrat Kriti Kharbanda Wedding: બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ ખરબંદા અને એક્ટર પુલકિત સમ્રાટ છેલ્લા કેટલાક દિવસોથી તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. બંને જલ્દી જ દિલ્હીમાં લગ્ન કરવાના છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/6

Pulkit Samrat Kriti Kharbanda Wedding: બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ ખરબંદા અને એક્ટર પુલકિત સમ્રાટ છેલ્લા કેટલાક દિવસોથી તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. બંને જલ્દી જ દિલ્હીમાં લગ્ન કરવાના છે. આ કપલ હરિયાણાના માનેસરમાં શાહી લગ્ન કરવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં અમે તમને તે હોટલ બતાવવા જઈ રહ્યા છીએ. જ્યાં બંનેના લગ્ન થવાના છે.
2/6

અહેવાલો અનુસાર, પુલકિત અને કૃતિના લગ્ન હરિયાણાના માનેસરમાં અરવલ્લીની પહાડીઓની વચ્ચે આવેલી ITC ગ્રાન્ડ ભારત પેલેસમાં સાત ફેરા લઈ શકે છે.
3/6

નોંધનીય છે કે આ 300 એકરમાં ફેલાયેલી લક્ઝરી હોટેલ છે. જેમાં પ્રાઇવેટ પુલ સાથે 4 પ્રેસિડેન્શિયલ વિલા અને 100 ડિલક્સ સ્યુટ છે.
4/6

આ સિવાય આ હોટલમાં ગોલ્ફ કોર્સ, પાર્ક અને સ્પા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. કપલ આ હોટલમાં તેમના પરિવારના સભ્યો અને ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કરશે.
5/6

વાસ્તવમાં કૃતિ અને પુલકિત બંનેનો જન્મ દિલ્હીમાં થયો હતો. આ કપલ પોતાના હોમ ટાઉનમાં લગ્ન કરી રહ્યું છે.
6/6

કૃતિ અને પુલકિત ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ 'વીરે કી વેડિંગ', 'તૈશ' અને 'પાગલપંતી' જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.પુલકિત હાલમાં જ ફુકરે 3માં જોવા મળ્યો હતો. કૃતિ ટૂંક સમયમાં રિસ્કી રોમિયોમાં જોવા મળશે.
Published at : 12 Mar 2024 12:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
સુરત
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
