શોધખોળ કરો
Photos : ત્રણ ત્રણ અફેર બાદ આખરે સુરવીને આ ગુજરાતી સાથે કરી લીધા લગ્ન
Happy Birthday Surveen Chawla: હેટ સ્ટોરી 2 અને ક્રિચર 3D જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સુરવીન ચાવલા આજે તેનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. તો ચાલો તેના જીવનના ખાસ પાસાઓ પર એક નજર કરીએ.

Sarveen Chawla
1/8

આજે સુરવીન ચાવલા તેનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણીને તેના સમયની સૌથી હોટ અભિનેત્રી માનવામાં આવે છે.
2/8

સુરવીનનું અંગત જીવન ઘણા વિવાદોમાં ઘેરાયેલું હતું જ્યાં તેણીનું બે પરિણીત કલાકારો સાથે અફેર હતું, જ્યારે ક્રિકેટર શ્રીસંત સાથે પણ તેના સંબંધો કંઈ ખાસ રહ્યા નહોતા.
3/8

સુરવીનનો પ્રેમ તેના પ્રથમ શોના સહ-અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રી સાથે પહેલીવાર ખીલ્યો હતો. તેમનો શો 'કાજલ' ફ્લોપ રહ્યો હતો પરંતુ લોકોને બંનેની કેમેસ્ટ્રી પસંદ આવી હતી. અહીંથી બંને એકબીજાને દિલ દઈ બેઠા હતાં. આ દરમિયાન અપૂર્વ પરણેલો હતો અને તે શિલ્પા સકલાની સાથે રહેતો હતો. શોના એક સૂત્રએ જણાવ્યું હતું કે, અપૂર્વની પત્ની શિલ્પા ક્યારેય સેટ પર આવતી નહોતી, જેના કારણે બંને ખુલ્લેઆમ એકબીજા સાથે રોમાન્સ કરતા હતા. આ સિલસિલો ચાર મહિના સુધી ચાલ્યો, ત્યારબાદ બંને એકબીજાથી અલગ થઈ ગયા.
4/8

અપૂર્વ સાથેના બ્રેકઅપ બાદ સરવીનનું નામ એક્ટર ગૌરવ ચોપરા સાથે જોડાયું હતું. બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા, પછી તે પ્રોજેક્ટ હોય કે ડિનર ડેટ. જોકે, આ સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંને એકબીજાથી અલગ થઈ ગયા.
5/8

ગૌરવ ચોપરા સાથેના બ્રેકઅપ બાદ સરવીનને ક્રિકેટર શ્રીસંતનો સપોર્ટ મળ્યો હતો. બંને 2008માં ડાન્સ રિયાલિટી શો 'એક ખિલાડી, એક હસીના'માં પાર્ટનર તરીકે જોવા મળ્યા હતા. જોકે, 2009માં જ્યારે શ્રીસંત પર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો ત્યારે સરવીને તેની સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. આ સાથે સુરવીને જાહેરમાં શ્રીસંત પર ઘણા આરોપો લગાવ્યા હતા.
6/8

ત્રણ બ્રેકઅપ બાદ સુરવીને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તે સમયે તેની મુલાકાત બિઝનેસમેન અક્ષય ઠક્કર સાથે થઈ હતી.
7/8

થોડા દિવસો સાથે વિતાવ્યા બાદ બંનેએ એકબીજાને દિલ દઈ બેઠા. મળ્યાના બે વર્ષ બાદ જ યુગલે 2015માં ઇટાલીમાં લગ્ન કર્યા. જો કે, સરવીને તેમના લગ્નના બે વર્ષ સુધી આ વિશે કોઈને જાણ થવા દીધી નહોતી.
8/8

હવે અક્ષય અને સુરવીન દીકરી ઈરા સાથે સુખી જીવન જીવી રહ્યા છે. સુરવીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે તેની તસવીરો શેર કરતી રહે છે.
Published at : 01 Aug 2023 05:14 PM (IST)
આગળ જુઓ
Advertisement