શોધખોળ કરો
Raveena Tandon Birthday: મજબૂરીમાં મોડલ બની હતી રવિના, આ સુપરસ્ટારના કહેવા પર હિરોઇન બનવા થઇ હતી તૈયાર
Raveena Tandon Birthday: બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન આજે 49 વર્ષની થઈ ગઈ છે. 90ના દાયકામાં ફિલ્મોમાં આવેલી રવિનાએ બોલિવૂડમાં ઘણી લાંબી સફર પુરી કરી છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

Raveena Tandon Birthday: બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન આજે 49 વર્ષની થઈ ગઈ છે. 90ના દાયકામાં ફિલ્મોમાં આવેલી રવિનાએ બોલિવૂડમાં ઘણી લાંબી સફર પુરી કરી છે. તે દરમિયાન તેણે ઘણી હિટ ફિલ્મો આપી અને સ્ટાર બની છે.
2/8

લગ્ન બાદ રવિનાએ પરિવાર માટે થોડો સમય બ્રેક લીધો હતો પરંતુ તે ફરીથી ફિલ્મોમાં પાછી આવી હતી. પોતાની બીજી ઈનિંગમાં પણ તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે.
3/8

26 ઓક્ટોબર 1972ના રોજ જન્મેલી રવિના ટંડન પ્રખ્યાત નિર્માતા રવિ ટંડનની પુત્રી હતી. મીઠીબાઈ કોલેજમાંથી અભ્યાસ પૂરો કર્યા પછી રવિનાએ ફોટોગ્રાફર પ્રહલાદ કક્કડ સાથે જેનેસિસ પીઆર કંપનીમાં ઈન્ટર્નશિપ કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ કોઈ મોડલ ન હોય ત્યારે માત્ર રવિનાનું જ ફોટોશૂટ કરવામાં આવતું હતું
4/8

આ તસવીરોને કારણે રવિનાને ઘણી ફિલ્મોની ઑફર મળી, પરંતુ તેણે દરેક વખતે ના પાડી હતી. એક દિવસ રવિનાના એક મિત્રએ તેને મળવા બોલાવી હતી. જેવી તે પહોંચી તો તેણે જોયું કે સલમાન ખાન પણ તે મિત્ર સાથે ઉભો હતો, જેણે ત્યાં સુધી ‘બીવી હો તો ઐસી’ અને ‘મૈંને પ્યાર કિયા’માં કામ કર્યું હતું.
5/8

રવિનાના મિત્રએ તેને કહ્યું કે સલમાન તેની આગામી ફિલ્મ ‘પથ્થર કે ફૂલ’ માટે નવી છોકરી શોધી રહ્યો છે, તેથી હું તેને તમારી પાસે લાવ્યો છું.
6/8

રવિનાએ ફિલ્મ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. જ્યારે સલમાને ઘણી વિનંતી કરી તો રવીનાના મિત્રોએ તેને સમજાવ્યું કે જો તારે ફિલ્મો ના કરવી હોય તો ના કર, પરંતુ ઓછામાં ઓછી આ ફિલ્મ તો કરો. આ સાંભળીને રવીના રાજી થઈ ગઈ.
7/8

રવીના 1991માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પથ્થર કે ફૂલ’થી રાતોરાત સ્ટાર બની ગઈ. પાછળથી તે મોહરા, આતિશ, દિલવાલે અને લાડલા જેવી હિટ ફિલ્મોમાં કામ કરીને ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઇ ગઇ હતી.
8/8

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 26 Oct 2023 12:18 PM (IST)
આગળ જુઓ
Advertisement





















