શોધખોળ કરો
'તે પરિણીત અને બે બાળકોનો બાપ છે', જ્યારે Ali Fazal સાથે લગ્નનો રિચાની માતાએ કર્યો હતો વિરોધ
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ બોલિવૂડના જાણીતા કપલ્સમાંના એક છે. બંનેએ હાલમાં જ તેમની વેડિંગ સિરીઝનું ટ્રેલર રિલીઝ કર્યું છે.

ફોટોઃ ટ્વિટર
1/9

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ રિચા ચઢ્ઢા અને અલી ફઝલ બોલિવૂડના જાણીતા કપલ્સમાંના એક છે. બંનેએ હાલમાં જ તેમની વેડિંગ સિરીઝનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ દરમિયાન અભિનેત્રીને અલી વિશે તેની માતાની એક ટિપ્પણી યાદ આવી છે.
2/9

રિચા અને અલી ફઝલના લગ્ન વર્ષ 2020માં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થયા હતા. જો કે, કોરોનાના કારણે કપલે 2022માં રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા.
3/9

હવે અભિનેત્રીએ ઓલ અબાઉટ ઇવ પોડકાસ્ટમાં જણાવ્યું છે કે પહેલીવાર અલીનું નામ સાંભળ્યા પછી તેની માતાએ શુ રિએક્શન આપ્યું હતું.
4/9

રિચાએ જણાવ્યું કે જ્યારે તેની માતાએ અલીનું નામ સાંભળ્યું તો તે ગુસ્સે થઈ ગઈ અને અભિનેત્રીને કહ્યું કે તે બે બાળકોનો પિતા છે અને પાકિસ્તાનમાં રહે છે.
5/9

અભિનેત્રીએ જણાવ્યું કે તેની માતા પાકિસ્તાની ગાયક અલી ઝફર અને અલી ફઝલ વચ્ચે કન્ફ્યૂઝ હતી.
6/9

ફુકરે ફિલ્મમાં અલી ફઝલના પાત્રનું નામ ઝફર હતું. જેના કારણે અભિનેત્રીની માતાને આ ગેરસમજ થઈ હતી.
7/9

રિચાએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેણે તેની માતાને કહ્યું કે તે અલીને ડેટ કરી રહી છે ત્યારે તેણે અભિનેત્રીને ચેતવણી આપી હતી.
8/9

તેની માતાએ કહ્યું હતું કે તે જેની સાથે લગ્ન કરવા માંગે છે તે પહેલાથી જ પરિણીત છે અને બે બાળકોનો પિતા છે.
9/9

જો કે, પ્રથમ મુલાકાતમાં રિચાની માતાને અલી ખૂબ જ ગમ્યો અને તેણે અભિનેતાના વખાણ કર્યા અને કહ્યું કે તે ખૂબ જ સુંદર છોકરો છે.
Published at : 20 Oct 2023 08:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બોલિવૂડ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
