શોધખોળ કરો
'તાંડવ' વિવાદ વચ્ચે મુંબઈમાં વધારવામાં આવી Saif Ali Khan-Kareena Kapoor ના ઘરની સુરક્ષા

1/5

આ સીરીઝના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર છે જેમણે એક થા ટાઈગર, ભારત જેવી ફિલ્મો બનાવી છે.
2/5

સૈફ સિવાય આ સીરીઝમાં ડિમ્પલ કપાડિયા, ગૌહર ખાન, જીશાન અયૂબ, સુનીલ ગ્રોવર સહિત ઘણા સ્ટાર્સ જોવા મળી રહ્યા છે.
3/5

સૈફ મુંબઈના બ્રાંદ્રા વિસ્તારમાં ફોર્ચ્યૂન હાઈટ્સના નામથી અપાર્ટેમેન્ટમાં રહે છે. તેની બિલકૂલ સામે જ તેણે નવું ઘર ખરીદ્યુ છે જ્યાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે.
4/5

આ મામલામાં ઘણી રાજકીય પાર્ટીઓમાં પણ કૂદી છે અને તેણે સીરીઝને બેન કરવાની માંગ કરી છે. આ સંબધમાં સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખવામાં આવ્યો છે. તાંડવ વેબ સીરીઝના વિવાદને લઈને સીરીઝમાં મુખ્ય ભૂમિકા નિભાવનારા સૈફ અલી ખાનના મુંબઈ સ્થિત ઘરની બહાર પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે અને તેમની સુરક્ષા વધારવામાં આવી છે.
5/5

મુંબઈ: 15 જાન્યુઆરીએ ઓટીટી પ્લેટફોર્મ અમેઝન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થયેલી વેબસીરીઝ તાંડવ વિવાદોમાં આવી ગઈ છે. રિલીઝ થવાની સાથે જ આ વેબસીરીઝે ઘણા કારણોસર વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસકરીને સોશિયલ મીડિયામાં આ સીરીઝને લઈ ખૂબ જ આલોચનાઓ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ મેકર્સ પર આરોપ લગાવી રહ્યા છે કે તેમણે સીરીઝના કેટલાક સીન્સમાં ભગવાન શિવ અને ભગવાન રામનું અપમાન કર્યું છે.
Published at :
આગળ જુઓ
Advertisement