શોધખોળ કરો
Taarak Mehta Ka Ooltah Chashmah: આ પાંચ એક્ટર્સે ફગાવ્યો હતો જેઠાલાલનો રોલ, બાદમાં Dilip Joshi બન્યા જેઠાલાલ

dilip
1/7

Taarak Mehta Ka Ooltah Chashmah: ફેમસ ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) આજે ઘર ઘરમાં લોકપ્રિય છે. આ ટીવી સીરિયલ વર્ષ 2008થી સતત લોકોના દિલ પર રાજ કરી રહી છે. આ ટીવી સીરિયલમાં જેઠાલાલની ભૂમિકા એક્ટર દિલીપ જોશીએ નિભાવી છે.શું તમે જાણો છો આ ભૂમિકા દિલીપ જોશી મેકર્સની પ્રથમ પસંદ નહોતા. મેકર્સે દિલીપ જોશી અગાઉ અનેક એક્ટર્સને જેઠાલાલનો રોલ ઓફર કરાયો હતો પરંતુ આ તમામે આ રોલ કરવાનો ઇનકાર કર્યો હતો. આવો જાણીએ દિલીપ જોશી અગાઉ ક્યા ક્યા એક્ટર્સને આ રોલ ઓફર કરાયો હતો.
2/7

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સે રાજપાલ યાદવને જેઠાલાલના રોલ એપ્રોચ કર્યો હતો. જોકે, રાજપાલ યાદવ નાના પડદા પર કામ કરવા માંગતો નહોતો જેના કારણે તેમણે આ ઓફર ફગાવી દીધી હતી.
3/7

કોમેડિયન કીકૂ શારદાને પણ જેઠાલાલના પાત્ર માટે ઓફર કરાઇ હતી. જોકે, મીડિયા રિપોર્ટ અનુસાર કીકૂ શારદાએ આ ઓફર ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે તે સ્ટેન્ડઅપ કોમેડીમાં ખુશ છે.
4/7

મીડિયા રિપોર્ટ અનુસાર એક્ટર અને કોમેડિયન અલી અસગરને પણ જેઠાલાલના પાત્ર માટે ઓફર કરાઇ હતી. પરંતુ વ્યસ્ત શેડ્યુલના કારણે તે આ ભૂમિકા નિભાવી શક્યા નહોતા .
5/7

ટીવી સીરિયલ ‘ભાભી જી ઘર પર હૈ’માં પોલીસ જવાન હપ્પૂ સિંહની ભૂમિકા નિભાવનાર યોગેશ ત્રિપાઠીને પણ જેઠાલાલના પાત્રની ઓફર કરાઇ હતી. પરંતુ વ્યસ્ત શેડ્યુલના કારણે તેમણે આ પાત્ર ભજવવાનો ઇનકાર કર્યો હતો.
6/7

એક્ટર અને કોમેડિયન અહસાન કુરૈશીને પણ જેઠાલાલના પાત્ર માટે સંપર્ક કરાયો હતો પરંતુ તેમણે ઇનકાર કરી દીધો હતો.
7/7

નોંધનીય છે કે દિલીપ જોશીને જેઠાલાલના રોલ માટેની ઓફર મળી તો તેમણે તરત જ સ્વીકાર કરી દીધો અને બાદમાં ક્યારેય પાછળ વળીને જોયું નથી.
Published at : 05 Jan 2022 10:21 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
