શોધખોળ કરો
Unmarried Actors: બોલીવુડના આ 7 અભિનેતા 45 વર્ષની ઉંમર વટાવ્યા છતાં લગ્ન નથી કરી શક્યા...
બોલિવૂડમાં આવા ઘણા સ્ટાર્સ છે, જેમાંથી કેટલાકની ઉંમર 50 વર્ષની છે તો કોઈની ઉંમર 56 વર્ષની છે, પરંતુ આટલી ઉંમર થઈ ગઈ હોવા છતાં પણ તેઓએ લગ્ન કર્યા નથી.

ફાઈલ ફોટો
1/8

બોલિવૂડ સ્ટાર્સ તેમની પ્રોફેશનલ લાઈફ તેમજ તેમની લવ લાઈફ અને મેરિડ લાઈફ માટે હેડલાઈન્સમાં રહે છે. તે જ સમયે, કેટલાક અભિનેતા એવા છે જેમણે હજુ સુધી લગ્ન કર્યા નથી. જોકે તેમાંથી ઘણાની ઉંમર 50 વટાવી ગઈ છે.
2/8

એક સમયે તનિશા મુખર્જી અને અરમાન કોહલીના સંબંધોએ ખૂબ જ લાઈમલાઈટ મેળવી હતી, પરંતુ આજે અરમાન 50 વર્ષની ઉંમરે પણ બેચલર છે.
3/8

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા પણ 46 વર્ષનો થઈ ગયો છે અને તેણે પણ હજુ સુધી લગ્ન કર્યા નથી. રિપોર્ટ્સ અનુસાર, તે મણિપુરી એક્ટ્રેસ અને મોડલ લિન લેશરામ સાથે રિલેશનશિપમાં છે.
4/8

ગોલમાલ જેવી ફિલ્મોથી લોકપ્રિય બનેલો એક્ટર તુષાર કપૂર 46 વર્ષનો છે, પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી. જોકે તે સરોગસી દ્વારા એક પુત્રનો પિતા બન્યો હતો.
5/8

એક સમયે છોકરીઓના દિલ પર રાજ કરનાર અભિનેતા અક્ષય ખન્ના પણ આ યાદીમાં સામેલ છે. અક્ષય 47 વર્ષની ઉંમરે પણ બેચલર છે. જો કે, એક સમય એવો હતો જ્યારે બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂર સાથેના તેના પ્રેમની ખૂબ ચર્ચા થતી હતી.
6/8

વર્ષ 2000માં ફિલ્મ 'મોહબ્બતેં'થી ડેબ્યૂ કર્યા બાદ એક્ટર ઉદય ચોપડાનો છોકરીઓમાં ઘણો ક્રેઝ હતો, છોકરીઓ તેના માટે ક્રેઝી હતી. જોકે ઉદયે હજી લગ્ન કર્યા નથી. ઉદય 49 વર્ષનો છે.
7/8

આ લિસ્ટમાં બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર કરણ જોહર પણ સામેલ છે. કરણ જોહર 50 વર્ષનો છે, પરંતુ તેણે પણ લગ્ન કર્યા નથી. જોકે તે સરોગસી દ્વારા બે બાળકોના પિતા છે.
8/8

છેલ્લું નામ સલમાન ખાનનું છે, જે બોલિવૂડનો સૌથી લોકપ્રિય બેચલર છે. જો કે તે ઘણી અભિનેત્રીઓ સાથે રિલેશનશિપમાં રહ્યો છે, પરંતુ તે કોઈની સાથે તેના લગ્ન સુધી પહોંચી શક્યો નથી. સલમાનની ઉંમર 56 વર્ષ છે.
Published at : 31 Aug 2022 04:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
