શોધખોળ કરો
પોતાની જ સ્ટુડન્ટ્સને પ્રેમ કરવા લાગ્યો હતો R Madhavan, આવી છે એક્ટરની લવસ્ટોરી
બોલિવૂડ એક્ટર આર માધવન આજે તેનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર જાણીએ કેવી હતી અભિનેતાની લવસ્ટોરી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

બોલિવૂડ એક્ટર આર માધવન આજે તેનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર જાણીએ કેવી હતી અભિનેતાની લવસ્ટોરી.
2/7

ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં'થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર માધવન આજે પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે માધવનના સેંકડો ચાહકો છે. સેંકડો દિલો પર રાજ કરનાર માધવને એક્ટર બનતા પહેલા પોતાની એક વિદ્યાર્થીનીને પોતાનો ફેન બનાવી લીધી હતી જે આજે તેમની પત્ની છે.
3/7

આર. માધવન અને સરિતાની લવસ્ટોરી બોલિવૂડ ફિલ્મની લવસ્ટોરીથી ઓછી નથી. માધવન અને સરિતા બિરજે કોલ્હાપુરમાં એક વર્કશોપમાં મળ્યા જ્યારે માધવન મુંબઈની કેસી કોલેજમાં પબ્લિક સ્પીકિંગ ટીચર તરીકે કામ કરતો હતો.
4/7

સરિતા એરહોસ્ટેસ બનવા માંગતી હતી, તેણે વર્ષ 1991માં મહારાષ્ટ્રમાં પર્સનાલિટી ડેવલપમેન્ટ ક્લાસમાં હાજરી આપી અને ઇન્ટરવ્યુ ક્લિયર કર્યો હતો. આ પછી સરિતાએ માધવનને થેંક્સ ડિનર માટે આમંત્રણ આપ્યું અને અહીંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.
5/7

માધવન અને સરિતા વચ્ચે નિકટતા વધવા લાગી. તેઓએ 8 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી વર્ષ 1999 માં પરંપરાગત તમિલ વિધિથી લગ્ન કર્યા હતા.
6/7

લગ્નના 6 વર્ષ બાદ સરિતાએ વર્ષ 2005માં એક પુત્રને જન્મ આપ્યો અને દંપતિ માતા-પિતા બન્યા. માધવન અને સરિતાએ તેમના પુત્રનું નામ વેદાંત રાખ્યું છે જેની સાથે તેઓ ઘણો સમય વિતાવે છે.
7/7

માધવન અને સરિતાના લગ્નને 24 વર્ષ થયા છે. તેઓ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેમની સુંદર બોન્ડિંગ શેર કરતા જોવા મળે છે.
Published at : 01 Jun 2023 01:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
