Pranitha Subhash Pics: સાઉથ સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ પ્રણિતા સુભાષ (Pranitha Subhash) ખુબ જ લોકપ્રિય છે. તાજેતરમાં જ પ્રણિતા સુભાષે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાનો બેબી બમ્પ ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે.
2/6
પ્રેગનન્સી પીરિયડનો લુત્ફ ઉઠાવતી પ્રણિતા સુભાષે બે તસવીરો શેર કરી છે, જેમાં તમે જોઇ શકો છો કે પ્રણિતા સુભાષ કેટલી ખુશ છે, અને પોતાના આવનારા બાળકને લઇને મુસ્કુરાઇ રહી છે.
3/6
આવુ પહેલીવાર નથી બન્યુ કે પ્રણિતા સુભાષે આ રીતે પોતાનો બેબી બમ્પ બધાની સામે ફ્લૉન્ટ કર્યો હોય. આ પહેલા પણ અનેકવાર એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર આવી તસવીરો શેર કરી ચૂકી છે.
4/6
પ્રણિતાએ વર્ષ 2020માં કૉવિડના કારણે પોતાના લગ્નનો પ્રૉગ્રામ પ્રાઇવેટ રાખ્યો હતો. એક બિઝનેસ મેનની સાથે લગ્નના બંધનમાં બંધાનારી પ્રણિતા સુભાષ બહુજ જલદી માં બનવાની છે.
5/6
પ્રણિતા સુભાષની આ તસવીરોમાં એક વાતનો અંદાજ આસાનીથી લગાવી શકાય છે, કે પ્રણિતા પોતાના વૈવાહિક જીવનથી ખુબ ખુશ છે, અને નાના મહેમાનના આગમન માટે ખુબ ઉત્સુક છે.
6/6
ઉલ્લેખનીય છે કે, પ્રણિતા સુભાષે વર્ષ 2010માં ફિલ્મ પોકિરીથી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કર્યુ હતુ. આની સાથે જ તેને કેટલીય સાઉથ ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જલવો બતાવ્યો છે. એટલુ જ નહીં વર્ષ 2021માં ફિલ્મ હંગામા 2થી પ્રણિતાએ હિન્દી સિનેમા પણ પોતાનો પગ મુક્યો છે.