શોધખોળ કરો
'આ કપડાં પહેરી લે અને પછી મને....', બોલિવૂડ એક્ટ્રેસે દિગ્ગજ ફિલ્મમેકર પર લગાવ્યો યૌન ઉત્પીડનનો આરોપ
મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હેમા કમિટી રિપોર્ટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે શિલ્પા શિંદેએ એક બોલિવૂડ ફિલ્મમેકર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.
હેમા કમિટી રિપોર્ટ આવ્યા બાદ ઘણી અભિનેત્રીઓએ આગળ આવીને યૌન શોષણની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. આ દરમિયાન શિલ્પા શિંદેએ પણ એક ફિલ્મમેકર પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.
1/5

ખતરોં કે ખિલાડી 14થી ચર્ચામાં રહેલી શિલ્પા શિંદેએ જણાવ્યું છે કે સંઘર્ષના દિવસોમાં કેવી રીતે તે એક ઓડિશન માટે ગઈ અને ત્યાં તેમને એક ફિલ્મમેકરને સેડ્યુસ એટલે કે રિઝવવા માટે કહેવામાં આવ્યું. તેમણે આશરે 25 વર્ષ જૂનો ખરાબ અનુભવ શેર કર્યો છે.
2/5

ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં શિલ્પા શિંદેએ કહ્યું, "આ મારા સંઘર્ષના દિવસોની વાત છે, 1998 1999ની આસપાસ. હું નામ નથી લઈ શકતી, પરંતુ તેમણે મને કહ્યું, 'તમે આ કપડાં પહેરો અને આ સીન કરો.' મેં તે કપડાં નહોતાં પહેર્યાં. તેમણે મને કહ્યું કે તે સીનમાં તે મારા બોસ છે અને મારે તેમને રિઝવવાના છે. ત્યારે હું ખૂબ જ માસૂમ હતી, એટલે મેં તે સીન કર્યો. તે વ્યક્તિએ મારી સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી અને હું ખૂબ ડરી ગઈ. મેં તેમને ધક્કો માર્યો અને ત્યાંથી ભાગી ગઈ."
Published at : 07 Sep 2024 06:14 PM (IST)
આગળ જુઓ





















