સમાચાર મળતા જ રણધીર કપૂર પણ દીકરી અને પૌત્રને મળવા હોસ્પિટલ પહોંચ્યાં હતા. 2016માં કરીનાએ તૈમૂરને જન્મ આપ્યો હતો. તૈમૂર હાલ 4 વર્ષનો છે. તૈમૂર નામને લઇને ઘણો વિવાદ સર્જાયો છે.
2/5
તૈમૂર ક્યૂટ છે અને સોશિયલ મીડિયા સ્ટાર છે. તેમના વીડિયો અને ફોટોને લાખોની સંખ્યામાં લાઇક્સ મળે છે. હવે ફેન્સને તેના બીજા બાળકની ઝલકનો ઇંતેઝાર છે.
3/5
સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ થઇ કે, કરીનાએ બાળકને જન્મ આપ્યો છે. બાળક અને પત્નીની સારસંભાળ માટે હાલ સૈફ અલી ખાને પણ કામમાંથી બ્રેક લીધો છે. ડિલીવરી પહેલા આ કપલ તેમના નવા ઘરમાં શિફ્ટ થયું હતું.
4/5
હોસ્પિટલ જતી વખતેની તસવીર તૈમૂરના પૈપરાજીએ ક્લિક કરી હતી. જે તસવીરો અમે આપના માટે અહીં દર્શાવી રહ્યાં છીએ.
5/5
કપૂર પરિવાર અને પટોડી પરિવારમાં બીજા બાળકના જન્મથી ખુશી છવાઇ ગઇ છે. આજે બેબોએ બેબી બોયને જન્મ આપ્યો. ગૂડ ન્યૂઝ મળતાં જ તૈમૂર પાપા સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો.