શોધખોળ કરો
Tarak Mehta Ka Ulta Chashma : 'બાઘા' બન્યા પહેલા તન્મય બન્યો હતો રીક્ષા ડ્રાઇવર

Bagha_new
1/4

ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રસિદ્ધ છે તેમજ લોકો તેના કલાકારોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. દયાબેન ન હોવા છતા પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની લોકપ્રિયતામાં કોઈ જ ઘટાડો થયો નથી. આજે અમે આ સિરિયલમાં ધૂમ મચાવનાર 'બાઘો' એટલે કે, તન્મય વેકરીયાની વાત કરી રહ્યા છીએ.
2/4

'જૈસી જીસકી શૌચ' તકીયા કલામ માટે જાણીતા અને લોકોને પોતાના અભિનયથી હસાવનાર બાઘાએ બાઘા તરીકે તારક મહેતામાં એન્ટ્રી કરી તે પહેલા પણ તે શોમાં નાના નાના રોલ કરી ચૂક્યો છે. તેમજ તેના આ જ રોલથી પ્રભાવિત થઈને તેને બાઘાનો રોલ મળ્યો હતો.
3/4

બાઘો બન્યા પહેલા તે સિરિયલમાં એક રીક્ષા ડ્રાઇવરના રૂપમાં નજર આવ્યો હતો. તન્મય વજન ઉતારવા ગયેલા ડો. હાથીને પરત ઘરે મુકવા આવે છે.
4/4

જોકે, વજન ઘટવાને બદલે વજન વધી જતાં ડો. હાથીને સંસ્થા પરત મોકલી દે છે અને આ સમયે ડો. હાથી રીક્ષામાં ફસાઇ જતાં ખૂબ જ કોમેડી થાય છે. આ રીક્ષા બાઘાની હોય છે. જેમાં તેણે ખૂબ જ સુંદર અભિનય કર્યો છે.
Published at : 23 Dec 2021 12:29 PM (IST)
આગળ જુઓ
Advertisement