શોધખોળ કરો
'Bad Kisser' કહેવા પર Jad Hadid પર ભડકી એક્ટ્રેસ આકાંક્ષા પુરી
ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરીને તાજેતરમાં જ બિગ બોસ ઓટીટી 2માંથી બહાર કરવામાં આવી હતી. આકાંક્ષા પુરી બિગ બોસના ઘરમાં Jad Hadid સાથે કિસ કરવાને લઇને વિવાદમાં આવી હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરીને તાજેતરમાં જ બિગ બોસ ઓટીટી 2માંથી બહાર કરવામાં આવી હતી. આકાંક્ષા પુરી બિગ બોસના ઘરમાં Jad Hadid સાથે કિસ કરવાને લઇને વિવાદમાં આવી હતી. જો કે, બિગ બોસના ઘરમાં માત્ર બે અઠવાડિયા પછી આકાંક્ષાને બહાર કાઢવામાં આવી હતી. તો બીજી તરફ Jad Hadid એ આકાંક્ષાને 'બેડ કિસર' ગણાવી હતી. હવે આકાંક્ષાએ Jad Hadid ની ઝાટકણી કાઢી હતી.
2/9

બિગ બોસ ઓટીટી લાઇવ સ્ટ્રીમિંગ શો દરમિયાન Jad Hadidને કિસ કરવાના ટાસ્કથી આકાંક્ષા પુરી ચર્ચામાં આવી હતી.
3/9

ચાહકોએ આકાંક્ષાને ટ્રોલ કરી હતી. તો સલમાન ખાને પણ તેને કિસ કરવા બદલ ઠપકો આપ્યો હતો.
4/9

કિસિંગ વિવાદ પર આકાંક્ષા પુરીએ કહ્યું હતું કે આ મારા માટે માત્ર એક ટાસ્ક હતો, જે હું મારી ટીમ માટે રમી રહી હતી. આકાંક્ષાને બિગ બોસમાં પહેલીવાર ટાસ્ક મળ્યો હતો અને તે સમયે તે નોમિનેટ પણ થઈ હતી.
5/9

તેણે કહ્યું હતું કે જો મારી સામે Jad Hadid ને બદલે કોઈ બીજી વ્યક્તિ હોત, એક છોકરી પણ હોત તો હું એ કામ પૂરા સમર્પણ સાથે પૂરું કરીને જીતી ગઇ હોત.
6/9

આકાંક્ષા પુરીએ સવાલ કર્યો હતો કે જો આટલો મોટો મુદ્દો હતો તો પછી આ સીનનો પ્રોમો કેમ બનાવવામાં આવ્યો હતો? બિગ બોસ ઓટીટી 2 લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન Jad Hadid ને આકાંક્ષાએ ટાસ્ક પુરો કરવા માટે કિસ કરી હતી.
7/9

જ્યારે Jad Hadid કિસ પછી આકાંક્ષાને બેડ કિસર ગણાવી હતી જેના પર આકાંક્ષાએ કહ્યું હતું કે જ્યારે મે આ ક્લિપ જોઇ તો હું પણ ચોંકી ઉઠી હતી.
8/9

આકાંક્ષા પુરીએ કહ્યું કે મેં તે કિસ ટાસ્ક માટે જ કરી હતી. અભિનેત્રી આકાંક્ષા પુરીએ કહ્યું કે મને બેડ કિસર કહેનાર તે કોણ છે?
9/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 05 Jul 2023 10:38 AM (IST)
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Live Akanksha Puri Bigg Boss OTT 2 Jad Hadid Bad Kisserઆગળ જુઓ
Advertisement