શોધખોળ કરો
'ગોપી વહુ'ને જન્મદિવસ પર ફેન્સ તરફથી મળી ઢગલાબંધ ગિફ્ટ, એક્ટ્રેસે શેર કરી ગિફ્ટોથી ભરાઇ ગયેલા રૂમની તસવીરો.....
Devoleena_Bhattacharjee
1/6

મુંબઇઃ નાના પડદાની ગોપી વહુ ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જી માટે રક્ષાબંધનનો દિવસ કંઇક વધુ ખાસ રહ્યો. આમ તો આ દિવસે તમામ બહેનોનો કંઇકને કંઇક ગિફ્ટ મળે જ છે. પરંતુ દેવોલિના ભટ્ટાચાર્જીને બેગણ તોહફા મળ્યા છે. કેમકે જન્મદિવસ અને રક્ષાબંધન બન્ને એકદ જિવસે આવ્યો છે, 22 ઓગસ્ટે. ખાસ વાત છે કે ફેન્સે તેના ઘરે અનેકે પ્રકારની ગિફ્ટ મોકલીને શુભેચ્છાઓ પાઠવી હતી, આટલી બધી ગિફ્ટોને જોઇને દેવોલિના ભટ્ટાચાર્જી પણ આશ્ચર્યચકિત થઇ ગઇ હતી.
2/6

દેવોલિના ભટ્ટાચાર્જીએ પોતાના ગિફ્ટોથી ભરેલા રૂમની તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. આ તસવીરોમાં તે ગિફ્ટોની સાથે સાથે એકદમ ખુશ દેખાઇ રહી છે. તે વચ્ચે બેઠેલી છે અને આજુબાજુ ફેન્સે આપેલી ગિફ્ટ્સ ગોઠવાયેલી છે. ચારેય બાજુ ઘણીબધી ગિફ્ટો દેખાઇ રહી છે. તેના હાથોમાં પણ સુંદર ફૂલોની બુકેની ગિફ્ટ છે.
Published at : 23 Aug 2021 10:49 AM (IST)
આગળ જુઓ




















